Maharashtra

બોલિવૂડ અને ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ જેનું નામ જાણીને ચોંકી જશો

મુંબઈ
બોલિવૂડ અને ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ વિષે જણાવીએ, અગાઉ લોકો ભારતની સૌથી મોટી ડિઝાસ્ટર પ્રભાસ અને પૂજા હેગડેની રાધે શ્યામને માનતા હતા, જે ૩૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આ ફિલ્મે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહોતી અને નિર્માતાઓને ૧૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું. પરંતુ ભારતીય સિનેમામાં બીજી એક મોટી ડિઝાસ્ટર મૂવી છે જે નિર્માતાઓ માટે આનાથી બમણાથી વધુ જાેખમનો સોદો બની. તે બીજી કોઈ નહીં પણ આદિપુરુષ છે. ભારતમાં બોક્સ ઓફિસ પર સૌથી વધુ પૈસા ડુબાવનારી ફિલ્મ આદિપુરુષ છે. આને ૫૫૦ અને ૬૦૦ કરોડ રૂપિયાના અંદાજિત બજેટ સાથે બનાવવામાં આવી હતી. તેની ઓપનિંગ પણ જબરદસ્ત રહી હતી, પરંતુ પાછળથી તે ખરાબ સાબિત થઇ હતી. આદિપુરુષે ભારતમાં રૂ. ૨૮૮ કરોડ અને વિદેશમાં રૂ. ૩૫-૩૮ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ ૩૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું પરંતુ તે તેનું બજેટ પણ કાઢી શકી નહોતી. આના કારણે નિર્માતાઓને ૨૨૫ કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું હતું. તેના ડાયલોગ્સ પર ઉગ્ર વિવાદ થયો હતો અને પાત્રો સાથે છેડછાડને કારણે ફિલ્મ ટીકાનો શિકાર પણ બની હતી. આદિપુરુષ મહાકાવ્ય રામાયણ પર આધારિત હતી અને રૂપાંતરણ માટે તેની ભારે ટીકા કરવામાં આવી હતી. દરેક જ્ઞાતિના લોકો દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ એક સાથે ઉઠી હતી. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં નિર્માતા, નિર્દેશક ઓમ રાઉત અને સંવાદ લેખક મનોજ મુન્તશીર વિરુદ્ધ વિવિધ કોર્ટમાં ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પરિણામે, દિગ્દર્શક ઓમ રાઉત કેટલાક અઠવાડિયા સુધી લોકોની નજરથી ગાયબ રહ્યા હતા. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આદિપુરુષ પહેલા ભારતીય સિનેમામાં સૌથી મોટી ફ્લોપનો રેકોર્ડ રાધે શ્યામના નામે હતો, જેને બોક્સ ઓફિસ પર લગભગ ૧૭૦ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. જ્યારે આ લિસ્ટમાં સમ્રાટ પૃથ્વીરાજ (રૂ. ૧૪૦ કરોડની ખોટ), શમશેરા (રૂ. ૧૦૦ કરોડ), તેલુગુ ફિલ્મ આચાર્ય (રૂ. ૮૦ કરોડ), કન્નડ ફિલ્મ કબ્ઝા (રૂ. ૮૦ કરોડ)નો સમાવેશ થાય છે. આમીર ખાનની લાલ સિંહ ચઢ્ઢા (રૂ. ૭૦ કરોડ) અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન (રૂ. ૬૦ કરોડ) પણ મોટી ડિઝાસ્ટર ફિલ્મોમાં સામેલ છે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *