International

ફેસબૂક હવે ડેટા ડીલિટ કરશે સાથે ફેસ રેકગ્નિશન સિસ્ટમ બંધ કરશે

મેનલો પાર્ક
અમેરિકાના કેટલાક શહેરોમાં તો પોલીસ દ્વારા ફેસ રેકગ્નિશન સોફ્ટવેરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને કેટલાક મ્યુનિસિપલ વિભાગમાં પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી. ૨૦૧૯માં સાન ફ્રાન્સિસ્કો અમેરિકાનો પ્રથમ શહેર બન્યું હતું જેણે આ ટેકનોલોજી પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રાઇવસી અને નાગરિક સ્વતંત્રતાના સમર્થકો લાંબા સમયથી તેના અંગે ચેતવણી આપતા હતા. ફેસબૂકે જણાવ્યું હતું કે તે ફેસ રેકગ્નિશન સિસ્ટમ બંધ કરશે અને એક અબજથી પણ વધુ લોકોની ફેસપ્રિન્ટ્‌સ ડીલિટ કરશે. આ પરિવર્તન ટેકનોલોજીના ઇતિહાસમાં ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમના ઉપયોગમાં આવેલું સૌથી મોટું પરિવર્તન છે, એમ ફેસબૂકની નવી પેરેન્ટ કંપની મેટાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વાઇસ પ્રેસિડેન્ટ જેરોમ પેસેન્ટીએ તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું. ફેસબૂકના વપરાશકારમાં દર ત્રીજાે વપરાશકાર ફેસ રેકગ્નિશન સેટિંગનો ઉપયોગ કરે છે. તેને દૂર કરવાના લીધે એક અબજ લોકોની વ્યક્તિગત ફેસિયલ રેકગ્નિશન ટેમ્પલેટસ નાબૂદ થઈ જશે, એમ તેણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કંપની સમાજની ચિંતાને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીના હકારાત્મક યુઝ પર વધારે ધ્યાન આપી રહી છે, તેમા પણ ખાસ કરીને રેગ્યુલેટરો હજી સુધી સ્પષ્ટ નિયમો સાથે આવ્યા નથી ત્યારે આ બાબત વધારે મહત્ત્વની છે. ફેસબૂકે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે તેની કંપનીનું નામ બદલીને મેટા કરી રહી છે. કંપનીે ઇન્ટરનેટના નેક્સ્ટ થિંગ મેટાવરસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે તે તેના આધારે ટેકનોલોજી બિલ્ડ કરવા જઈ રહી છે. કંપની હાલમાં વ્હીસલ બ્લોઅર ફ્રાન્સીસ હોગેન જેવા લોકો દ્વારા લીક કરવામાં આવેલા દસ્તાવેજાેના લીધે મોટી કટોકટીમાંથી પસાર થઈ રહી છે. હોગેને લીક કરેલા દસ્તાવેજાે બતાવે છે કે કંપનીની પ્રોડક્ટ્‌સ લોકો માટે નુકસાનકારક છે. ફેસબૂકના ૬૪ કરોડ વપરાશકાર ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરે છે. કંપનીએ દાયકા પહેલા આ પ્રણાલિ લોન્ચ કરી હતી. કંપનીએ ૨૦૧૯માં ફેસ રેકગ્નિશન સોફ્ટવેર દ્વારા યુઝર્સ ફ્રેન્ડને અપલોડેડ ફોટોમાં ઓળખી કાઢીને આપમેળે તેઓને ટેગ કરવાના સૂચનની કાર્યપ્રણાલિ બંધ કરી હતી. તેના માટે કંપનીએ ઇલિનોઇસમાં કેસનો સામનો કરવો પડયો હતો.

Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *