Delhi

પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં દેખાશે અમીષા પટેલ

નવીદિલ્હી
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨નો સમાવેશ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મમાં થાય છે. ગદર ૨ રિલીઝ થતાં અગાઉ અમીષા પાસે લાંબા સમયથી કોઈ ફિલ્મ ન હતી. છેલ્લે ૨૦૧૭ના વર્ષમાં અમીષા પટેલની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. ટાઈગર શ્રોફની મુન્ના માઈકલ અને ગઝલ ગાયક જગજિત સિંહના જીવન આધારિત ડોક્યુમેન્ટરીમાં અમીષા જાેવા મળી હતી. ગદર ૨ની રિલીઝ બાદ અમીષાની લોકપ્રિયતા ફરી વધી છે. આ સાથે અમીષાની કરિયરમાં પહેલી વાર એવું બનશે, જ્યારે એક મહિનામાં તેમની બીજી ફિલ્મ રિલીઝ થઈ હોય. પહેલી સપ્ટેમ્બરે અમીષાની ફિલ્મ મિસ્ટ્રી ઓફ ટેટૂ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અમીષાનો સ્પેશિયલ રોલ છે, જ્યારે લીડ રોલમાં રોહિત રાજ, ડેઝી શાહ અને અર્જુન રામપાલ છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ગદર ૨ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે ૪૦૦ કરોડથી વધુની આવક મેળવી લીધી છે. ગદરની રિલીઝના ૨૦ દિવસમાં અમીષાની બીજી ફિલ્મ પણ રિલીઝ થશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *