શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો.બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ ડાયરેકટર સતીશ પાટીલના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા 250 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ આશરે 8000 કરતા પણ વધારે રાખડીયો બાંધી. ભારતીય અસ્મિતાના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમજણ વિદ્યાર્થીઓમાં વધારે મજબૂત થાય એ ઉદ્દેશને કેન્દ્રમાં રાખી આ રાખડીને રાષ્ટ્રને સમર્પિત કરી. આચાર્ય ડો.રશ્મિન રાવલ તથા દરેક યુનિટના કોર્ડીનેટર, શિક્ષકો ,સેવક મિત્રો સહભાગી થયા અને આ ઉમદા કાર્ય પૂર્ણ કર્યું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ