– વર્ષો થી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં પણ યથાવત
– ભાઇ-બહેનો પ્રેમ એટલે રક્ષા બંધન પર્વ
– બહેનો ભાઇ ને રાખડી બાંધી ભાઇ ના આયુષ્ય માટે દુઆ કરે છે
પ્રાંતિજ તા.૩૦|૮|૨૦૨૩
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ રક્ષા બંધન ના પવિત્ર પર્વ ની ધરે ધરે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી તો બહેનો દ્વારા પોતાના ભાઇ ના આયુષ્ય માટે કપાળે તીલક કરી મોઢુ મીઠુ કરાવી ને જમણા હાથમાં રાખડી બાંધી હતી
ભારતીય સંસ્કૃતિ માં અનેક તહેવારો આવે છે જેમાં રક્ષા બંધન નો પવિત્ર પર્વ એ વિશેષ ગણવામાં આવે છે તો રક્ષા બંધન પર્વ ને લઇને જીલ્લા સહિત તાલુકામાં બહેનો દ્વારા પોતાના લાડકવાયા ભાઇઓના આયુષ્ય તથા ભાઇ સુખી સમપતી પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ સાથે બહેનો દ્વારા પોતાના ભાઇઓને જમણા હાથ ઉપર રાખડી ના પ્રતિક રૂપે રક્ષા પોટલી બાંધવામાં આવેછે અને ભગવાન પાસે તેના ભાઇ નુ આયુષ્ય સાથે ધન થી તથા તેના ભાઇ નો પરીવાર હળ્યો ભર્યો રહે તેવી ભગવાન પાસે બહેનો પ્રાર્થના કરે છે તો ભાઇ ઓ પણ પોતાના મૃત્યુ સુધી બહેન ની રક્ષા કરવાનું વચન આપતા હોય છે ત્યારે પહેલાં ના જમાનામાં સાડીના ટુકડા માંથી શરૂઆત થયેલ રક્ષા આજે યંત્ર યુગ માં ફેન્સી રાખડી ઓ સુધી પહોચી છે પણ સાડી નો ટુકડો હોય કે આજ ની આધુનિક રાખડી પણ ભાઇ બહેન ના સબંધો તો તેટલા જ ધનીષ્ઠ છે તેમાં કોઇ ફરક પડયો નથી માત્ર યંત્ર યુગ પ્રમાણે રાખડીઓ બદલાતી રહે છે પણ ભાઇ બહેનો પવિત્ર સંબધ આજે પણ અંકબંધ છે અને નાનાથી મોટી ઉમર ના સોર્વકોઇ પવિત્ર રક્ષા બંધન નો તહેવાર મનાવે છે અને બહેનો રાખડી બાંધી ને ભગવાન પાસે ભાઇ સુખ ની માગણી કરે તો બ્રાહ્મણો દ્વારા આજનો દિવસ પવિત્ર દિવસ હોવાથી શુભ મુહૂર્ત માં આજે જનોઇ બદલવામા આવે છે ત્યારે યંત્ર યુગમાં પણ પવિત્ર રક્ષા બંધન ના પર્વ ની આજે પણ ધામધુમથી ઉજવણી થઈ