Delhi

ચીનના નકશા પર રાહુલ ગાંધીએ કહ્યું,”લદ્દાખમાં આપણી જમીન છીનવી, ઁસ્ જવાબ આપે”

નવીદિલ્હી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (ઇટ્ઠરેઙ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ) ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચીને હાલમાં જ એક નકશો જાહેર કર્યો છે જેમાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે, તેના પર હવે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે. રાહુલે કહ્યું કે હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે અને વડાપ્રધાને આ વિષય પર બોલવું જાેઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઈંચ પણ જમીન ગઈ નથી તે ખોટુ છે. આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે. નકશાનો મામલો ગંભીર છે, કારણ કે તેઓએ જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈક કહેવું જાેઈએ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં જ થોડા દિવસો માટે લદ્દાખની મુલાકાતે હતા, અહીં તેઓ સ્થાનિક લોકોને મળ્યા હતા. રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે ચીને લદ્દાખની જમીન હડપ કરી છે અને કેન્દ્ર સરકારે કોઈ પગલાં લીધા નથી. રાહુલ ગાંધીનો સીધો પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર થયો છે, જેમાં તેમણે પીએમ પર લદ્દાખ કેસમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ચીને હાલમાં જ પોતાનો સ્ટાન્ડર્ડ મેપ જાહેર કર્યો હતો, જેમાં ભારતના અક્સાઈ ચીન, અરુણાચલ પ્રદેશને તેનો કાયમી ભાગ જણાવવામાં આવ્યો હતો. આ સિવાય તિબેટને પણ સંપૂર્ણપણે ચીનનો ભાગ ગણાવ્યો હતો. ચીનના આ નકશા પર ભારત સરકાર દ્વારા સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ચીન પર આકરા પ્રહારો કર્યા અને આ નકશાને વાહિયાત ગણાવ્યો. જયશંકરે કહ્યું કે ચીન ભૂતકાળમાં પણ આવા નકશા જાહેર કરતું આવ્યું છે, જેમાં તે અન્ય દેશોની જમીનને પોતાની કહે છે, આ તેની જૂની આદત છે. પરંતુ આનાથી કંઈપણ બદલાતું નથી, કારણ કે જેઓ ભારતનો ભાગ છે તેઓ હંમેશા રહેશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને ખબર છે કે અમારો વિસ્તાર કેટલો દૂર છે, તે પણ સ્પષ્ટ છે કે તેની સુરક્ષા માટે અમારે શું કરવાનું છે. માત્ર વાહિયાત દાવા કરવાથી કોઈનો પ્રદેશ નથી બની જતો. વિદેશ મંત્રાલયે પણ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ચીનના આવા દાવાઓ માત્ર સરહદ સંબંધિત વિવાદોને જટીલ બનાવે છે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *