છત્તીસગઢ
છત્તીસગઢના સુકમામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાને ગત મોડી રાત્રે છદ્ભ-૪૭ વડે તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૪ જવાન શહીદ થયા હતા, જ્યારે ૩ ઘાયલ થયા છે. એમાં બે જવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ચોપરથી રાયપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ફાયરિંગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટના કોન્ટાના લિંગનપલ્લી ગામમાં સ્થિત ૨૧૭ બટાલિયન કેમ્પની છે. મોદી રાત્રે લગભગ ૩.૧૫ કલાકે ઝ્રઇઁહ્લ જવાન રિતેશ રંજને તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગવાથી બે જવાનોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ કેમ્પમાં ૮૫મી બટાલિયનના જવાનોનો એક કેમ્પ પણ છે. મોડી રાત્રે ગોળીબાર થતાં હોબાળો મચી ગયો હતો. અન્ય જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ અધિકારીઓને આ ઘટના બાબતે જાણ કરવામાં આવી હતી. ઝ્રઇઁહ્લ કેમ્પનો જે જવાન, જેના પર તેના સાથીદારો પર ફાયરિંગ કરવાનો આરોપ છે, તે મોડી રાત્રે નક્સલવાદી વિસ્તારમાં ફરજ પર હતો. આ દરમિયાન જવાનો વચ્ચે થોડો વિવાદ થયો હતો, જે હિંસામાં ફેરવાઈ ગયો. આ પછી ઝ્રઇઁહ્લના જવાને સાથી જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ જ ઘટનામાં ઝ્રઇઁહ્લના ચાર જવાન શહીદ થયા હતા. ઘટના બાદ સીઆરપીએફના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. જવાને તેના સાથીઓ પર શા માટે ફાયરિંગ કર્યું એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘાયલ જવાનોને કેમ્પથી લગભગ ૧૧ કિમી દૂર તેલંગાણાના ભદ્રાચલમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ૩ જવાનનાં મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૨ની હાલત નાજુક જાણવા મળી હતી. તેમને ચોપરથી રાયપુર રિફર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરસ્પર દુશ્મનાવટ કે માનસિક સંતુલન બગડવાના કારણે આરોપી જવાને ફાયરિંગ કર્યું હતું. એક દિવસ પહેલાં પણ તેનો સાથી જવાનો સાથે વિવાદ થયો હતો. આરોપી જવાન ઘણા દિવસોથી પરેશાન હતો. ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા બે જવાન બિહારના હતા, જ્યારે એક પશ્ચિમ બંગાળનો હતો. ચોથા જવાન વિશે હજુ માહિતી મળી નથી. મૃતક જવાનોમાં બિહારનો રહેવાસી ધનજી અને રાજમણિ કુમાર યાદવ તેમજ પશ્ચિમ બંગાળના રહેવાસી રાજીબ મંડલ અને અન્ય એક જવાન ધર્મેન્દ્ર કુમાર પણ સામેલ છે. આ સિવાય જવાન ધર્મેન્દ્ર કુમાર સિંહ, ધર્માત્મા કુમાર અને મલય રંજન મહારાણા ઘાયલ થયા છે.