ટોકીઝમાં રાષ્ટ્રગાનનું અપમાન કરીને ગુંડાગીરી કરી
હેડીંગ
જેતપુરમાં વિપ્ર યુવાન પર 5 લઘુમતી શખ્શોનો હુમલો
પેટા
તમામ ધાર્મિક સંગઠનો એક છત નીચે આવીને હોસ્પીટલે ઉગ્ર રોષ ઠાલવી, હુમલાખોરો સામે પગલા ભરવા બોલાવી રામધૂન : 5 સામે અંતે નોંધાયો ગુનો
જેતપુરમાં ગઈકાલે રાત્રે એક ફિલ્મી ટોકીઝમાં દરેક શોમાં વગાડાતા રાષ્ટ્રગાનનું અપમાન કરી લાજવાને બદલે ગાજેલા લઘુમતી સમાજના 5 શખ્શોએ એક બ્રહ્મ સમાજના યુવાન પર હુમલો કરી આતંક મચાવતા કહેવાય છે કે ટોકીઝ પર થોડો સમય નાસભાગ મચી ગઈ હતી. બીજીબાજુ ઈજાત્રસ્ત યુવાનને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડાતા ત્યાં દરેક ધાર્મિક સંગઠનો એક છત તળે એકત્ર થઈને, રોષ ઠાલવી હુમલાખોરો સામે આકરા પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે પોલીસે અંતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી 5 સખ્શ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રહેતા અને ડબલ આર પાન નામની દુકાન પર બેસીને વેપાર-ધંધો કરતા મયંકભાઈ હરેશભાઈ તરૈયા નામનો ૩૩ વર્ષીય બ્રહ્મસમાજનો યુવાન બુધવારે બાલાજી ટોકીઝમાં ગુજરાતી ફિલ્મ જોવા ગયો હતો. આ સમયે મુવી ચાલુ થાય તે પહેલા રાષ્ટ્રગાન ચાલુ થતા ટોકીઝમાં મુવી જોવા આવેલ બીજા બધા માણસો ઉભા થઇ ગયા હતા.
પરંતુ આરોપી નવાજ પલેજા રહે. જેતપુર તથા તેની સાથે એક છોકરો આરોપી જેની ઉમર આશરે ૨૨ થી ૨૫ વર્ષ હશે તે બન્ને ઉભા થયા ન હતા. ત્યારે ફરીયાદી યુવાન મયંકે તેમને રાષ્ટ્રગાન ચાલુ થાય ત્યારે ઉભા થઇ જવાનું હોય તેમ કહેતા તેઓ બન્ને ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરેલ અને ફિલ્મ શોમાં ઇન્ટરવેલ પડતા મયંક તરૈયાને ટોકીઝથી બહાર બોલાવી આ બન્ને તથા બીજાત્રણ છોકરાઓ જેમાં એકનો નામ અજીમ છે તથા બે અજાણયા એમ બધા મળી ફરીયાદી સાથે ઝગડો કરી ઢીકા પાટુથી માર મારી ડાબા હાથની આંગળીઓમાં તથા શરીરે મુંઢ ઇજાઓ કરી, બીભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા.
બીજીબાજુ ઈજાગ્રસ્ત મયંકને સારવાર માટે અહીની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં આખી રાત ભાર હિંદુ ધર્મ સેના સહિતના ધાર્મિક સંગઠન તેમજ બ્રહ્મસમાજના આગેવાનોએ હુમલાખોરો સામે રોષ ઠાલવી, રામધુન બોલાવી, તાત્કાલિક પગલાં ભરવા માંગણી કરતા સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.
બોક્સ
પોલીસે 5 શખ્શ સામે નોંધ્યો ગુનો
રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ લાજવાને બદલે ગુંડાગીરી ઉપર ઉતરી આવેલા નવાજ પલેજા રહે, જેતપુર તથા અજીમ રહે જેતપુર તથાત્રણ અજાણ્યા મળી કુલ પાંચ શખ્સ સામે મયંકભાઇ હરેશભાઇ તેરૈયાણી ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
બોક્સ :
રાષ્ટ્રગાન અપમાન બદલ ગંભીર ગુનો નોંધો : સુભાષ તરૈયા
શહેરના બ્રહ્મસમાજ કક્ષાએ જાણીતા અને પ્રખર બ્રહ્મવાદી તેમજ ઈજાગ્રસ્ત યુવાન મયંકના કાકા સુભાષ તરૈયાએ ઉગ્રાવેશે સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે, પોતાના ભત્રીજા પર થયેલા હુમલાને ફાટીને ધુમાડે ગયેલી ગુંડાગીરી ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રગાનના અપમાન બદલ હુમલાખોરો પર આકરા ગુનાની કલમનો ઉમેરો કરવો જોઈએ.