Delhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલખી માર્ગનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી
દિવેઘાટથી મોહોલ સુધી લગભગ ૨૨૧ કિલોમીટર લાંબો સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના લગભગ ૧૩૦ કિલોમીટર લાંબા હાઇવેને અનુક્રમે ૬૬૯૦ કરોડ રૂપિયા અને ૪૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ફોર તૈયાર કરવામાં આવશે. સાથે વડાપ્રધાન મોદી વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૨૨૩ કિલોમીટરથી વધુ લાંબા અપગ્રેડેડ રોડ પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેની કિંમત ૧,૧૮૦ કરોડ રૂપિયાથી વધુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગ (દ્ગૐ-૯૬૫)ના પાંચ વિભાગો અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ (દ્ગૐ-૯૬૫ય્) નો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય એ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પશ્ચિમી રાજ્યના તીર્થસ્થળ શહેર પંઢરપુરમાં લોકોની અવરજવરને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવશે. પીએમ મોદી આજે બપોરે ૩.૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. રવિવારે એક ટિ્‌વટમાં આ કાર્યક્રમનું વર્ણન કરતાં ઁસ્ મોદીએ કહ્યું, “પંઢરપુર લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીંનું મંદિર સમગ્ર ભારતમાંથી સમાજના તમામ વર્ગના લોકોને આકર્ષે છે. ૮ નવેમ્બરે બપોરે ૩ઃ૩૦ કલાકે હું પંઢરપુરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનને લગતા કાર્યક્રમમાં હાજરી આપીશ.” વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, પંઢરપુર જતા યાત્રિકોને સુવિધા આપવા માટે ધોરીમાર્ગનો વિસ્તાર બનાવવામાં આવશે. મહારાષ્ટ્રનું પંઢરપુર શહેર સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વર સાથે સંકળાયેલું છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ ‘પાલખી’ માટે ફૂટ વે બનાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે સરળ અને સલામત માર્ગ પ્રદાન કરશે.

PM-MODI-The-scaffolding-will-pave-the-way.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *