મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ભરકુંડા ખાતે રૂપિયા 2,5700,700 ના ખર્ચે બનનાર સરકારી માધ્યમિક શાળા નું ભૂમિ પૂજન તેમજ નવીન પ્રવેશ દ્વારનું લોકાર્પણ ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું.આ શાળામાં ક્લાસરૂમ,કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી રહેશે. ભરકુંડા ગામમાં જ સરકારી માધ્યમિક શાળા બનતા ગામના વિદ્યાર્થીઓ ગામમાં જ અભ્યાસ કરી શકશે જેને લઇ સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,રાજેશભાઈ પટેલ,કિરણસિંહ ડાભી,સરપંચ કેશુબેન નટવરસિંહ ડાભી,મિતેશ શાહ તેમજ ગામના અગ્રણીઓ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.