શ્રી ગ્રામ પંચાયત સચાલિત માધ્યમિક હાઇસ્કૂલ હડિયાણાના શાળાના મેદાનમાં તારીખ 24/8/2013 ના રોજ તાલુકા કક્ષાની એટલેન્ટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ 9 અને 10 ના ભાઈઓ બહેનો માં U-14, U-17, U-19 માં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ . એમાં
U -14 બહેનોએ
1 ઇસરાણી અપ્સરા જે.- 200 મીટર દોડ.
2 ભુરીયા કવિતા આર.- 400 મીટર દોડ.
3 કાનાણી ધાર્મીબેન – ચક્રફેક.
4 પરમાર શ્રુતિબેન – ચક્રફેક.
U-14 ભાઈઓ
1 ચમડીયા રિઝવાન – લાંબીકૂદ.
2 મકવાણા મિહિર કે. – ગોળાફેંક / ચક્રફેંક.
U-17 બહેનો
1 ઝાપડા બિંદીયા – 1500 મીટર દોડ.
2 નકુમ ઋત્વીબેન – ગોળાફેંક / ચક્રફેંક.
3 રાઠોડ રસીલાબેન – બરછી ફેંક.
U-17 ભાઈઓ
1 ભુરીયા પરેશ – લાંબીકૂદ/ગોળાફેંક / ચક્રફેંક.
2 કુબાવત વૈભવ – 100 મીટર દોડ.
3 વસુનીયા દિનેશ – 400 મીટર દોડ.
U-19 ભાઈઓ
1 મકવાણા નાગજી – લાંબીકૂદ/ગોળાફેંક.
1 પરમાર વિશ્વજીત ડી.- 1500 મીટર.
3 ચાવડા સેજાન – 3000 મીટર દોડ.
આ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું ,ગામનું અને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
શ્રી ગ્રામ પંચાયત સચાલીત માધ્યમિક હાઇસ્કૂલ હડિયાણાના શાળાના મેદાનમાં તારીખ 26/8/2013 ના રોજ જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ 9 અને 10 ના ભાઈઓ બહેનો માં U-14, U-17, U-19 સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાં U -14 ભાઈઓ પ્રથમ ક્રમાંકે,U-17 ભાઈઓ પ્રથમ ક્રમાંકે, U-19 ભાઈઓ પ્રથમ ક્રમાંકે તેમજ U-14 બહેનોએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શ્રી ગ્રામ પંચાયત સચાલિત માધ્યમિક હાઇસ્કૂલ હડિયાણાનું ગૌરવ વધાર્યું છે…………………
રિપોર્ટર= શરદ એમ.રાવલ.
તા. જોડિયા.જી.જામનગર
ગામ = હડીયાણા…………..

