શ્રી કતપર સમસ્ત તળપદા કોળી સમાજ જામનગર ની ગત તા. ૨૭/૦૮/૨૦૨૩ ને રવિવાર ના રોજ કોળી સમાજ વાડી, નાગેશ્વર પાર્ક ખાતે એક જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મુદ્દો સમાજ ના પ્રમુખ બનવા બાબતે હતો. આ મિટિંગમાં સમાજ ના ભાઈઓ – બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જનરલ મીટીંગમાં સમાજના પ્રમુખ બનવા માટે પ્રસ્તાવ મુકવા બાબતે કહેવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ માટે હિતેશભાઈ નરશીભાઈ બાંભણીયા દ્વારા સમાજ ની જનરલ મીટીંગમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ને સમાજે સ્વીકારી અને સહમતી દર્શાવી હતી અને હિતેશભાઈ નરશીભાઈ બાંભણીયા ને સમાજ ના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં હતી. ત્યાર બાદ હિતેશભાઈ નરશીભાઈ બાંભણીયા ને ફૂલહાર પહેરાવીને, સાફો પહેરાવી અને આતીસબાજી સાથે પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું. પ્રમુખ હિતેશભાઈ નરશીભાઈ બાંભણીયા એ સમાજ ને સાથ અને સહકાર આપવા અપીલ કરી સાથે સાથે સમાજ ના કાર્યો ને વેગ આપવા પર પણ વઘુ ભાર મુકયો હતો, અને કહ્યું કે મારી બનતી કોશીસ રહેશે કે સમાજના દરેક પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવાની. જ્ઞાતિજનો પણ સ્પષ્ટ પણે હિતેશભાઈ સાથે જ છે તેવી ખાતરી આપી હતી. હિતેશભાઈ ની પ્રમુખ બનવા ની જાહેરાત બાદ સમાજ તથા મિત્ર સર્કલ દ્વારા રૂબરૂ, સોશિયલ મીડિયા, ફોન/કોલ થી શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.

