કરાચી-પાકિસ્તાન
પાકિસ્તાની હાલત હાલમાં કેપ્ટન વગરની ટીમ જેવો થયો છે. જેમ એક ટીમનો મુખ્ય કેપ્ટન ગેરહાજર રહે તો ટીમનું સંતુલન બગડે છે, તેવી જ હાલત હાલમાં પાકિસ્તાનીઓની છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના અનેક વીડિયો વાયરલ (ફૈટ્ઠિઙ્મ) થતા રહે છે. હાલમાં પાકિસ્તાનના એક લગ્ન સમારોહનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો જાેઈને તમે પણ કહેશો કે આ પાકિસ્તાનીઓને ભગવાન બચાવે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પાકિસ્તાનના એક લગ્ન સમારોહના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક વ્યક્તિને બિરયાનીમાં મટનનો ભાગ નહીં મળતા ભડકી જાય છે. એક વ્યક્તિના ગુસ્સાને કારણે સમગ્ર લગ્ન સમારોહના રંગમાં ભંગ પડતો જાેવા મળે છે. પુરુષોના ભાગમાં શરુ થયેલી લડાઈ, મહિલાઓના ભાગ સુધી પહોંચી જાય છે. બે વ્યક્તિ વચ્ચેની બબાલ એટલી બધી વધી જાય છે કે તેમના સમર્થકો વચ્ચે ભયંકર બબાલ શરુ થાય છે. લગ્ન સમારોહમાં લાત અને મુક્કાથી બબાલ શરુ થાય છે. આ બબાલ જાેઈને મહિલાઓ અને બાળકો પરેશાન થાય છે. લગ્નના સમારોહની શાંતિ આ ઘટનાને કારણે ભંગ થાય છે. વીડિયો શેયર કરનાર ટિ્વટર યુઝરે જણાવ્યું છે કે આ ઘટના પાકિસ્તાનની છે. જ્યાં લગ્ન સમારોહ દરમિયાન મામૂને બિરયાનીમાં મટનના ટુકડા ના મળ્યા એટલે હંગામો કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર જ્રખ્તરટ્ઠિાીાટ્ઠઙ્મીજર નામની આઈડીથી આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. લગભગ ૬ મિનિટના આ વીડિયોને ૩ લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા અને આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, દિવસમાં પ્રોટીન મેળવવા ઝઘડવું પડે તો ઝઘડી લેવું જાેઈએ. બીજા એક યુઝરે લખ્યું છે કે, આવી ઘટના ફક્ત પાકિસ્તાનમાં જ બની શકે છે.