વર્લ્ડકપ પહેલા તમામ ટીમોની નજર એશિયા કપ પર છે આવામાં પણ સૌથી મહત્વની ગણાતી ભારત-પાકિસ્તાનની મેચને લઈને તરખાટ જાેવા મળી રહ્યો છે. રિઝર્વ ડે પર જાણે કોઈ બ્રેક વગર મેચ શરુ થઈ હોય તે રીતે કોહલી અને કેએલ રાહુલે બેટિંગ કરીને પાકિસ્તાની બોલરોના છોતરાં કાઢી નાખ્યા હતા. આવામાં મેચ દરમિયાન બે ખેલાડીઓ એવા ઘાયલ થયા કે તેમણે મેચ અધૂરી છોડવી પડી છે. જેમાં નસીમ શાહ અને હારિસ રાઉફનો સમાવેશ થાય છે. ભારતે રિઝર્વ ડેના દિવસે એક પર વિકેટ ગુમાવ્યા વગર ૩૫૦ને પાર કરાવીને તોતિંગ સ્કોર ઉભો કર્યો હતો. એશિયા કપ સુપર ૪માં ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન વચ્ચેની મેચ એકતરફી રહી હતી. બાબર આઝમની ટીમ ટીમ ઈન્ડિયા સામે ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે ટીમ બોલિંગમાં વહેંચાઈ ગઈ તો બેટિંગમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન આઝમે ભારે ઉત્સાહમાં કહ્યું હતું કે તેમનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયા સાથે ગડબડ કરવી તેમને એટલી મોંઘી પડી કે આખી ટીમ બેટિંગ પણ ન કરી શકી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જાેઈ રહ્યા હતા. વરસાદના કારણે ગ્રુપ મેચ સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. ભારતીય ટીમે બેટિંગ કરી પરંતુ પાકિસ્તાનનો વારો આવ્યો નહીં. સુપર ૪માં વરસાદને કારણે મેચ બગડે નહીં તે માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે ખાસ રિઝર્વ ડે રાખ્યો હતો. ૧૦ સપ્ટેમ્બરના રોજ મેચના પહેલા દિવસે વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી પરંતુ રિઝર્વ ડે પર ભારતે શાનદાર રમત બતાવીને પાકિસ્તાનના કેપ્ટનના ગૌરવને ચકનાચૂર કરી નાખ્યું હતું. ગ્રુપ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોને સસ્તામાં આઉટ કર્યા બાદ પાકિસ્તાની ટીમ ઉત્સાહિત થઈ ગઈ હતી. બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ ફ્રેન્ડલી પિચ પર પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પહેલા રોહિત શર્મા અને શુભમન ગિલે બોલરોની ધોલાઈ કરી હતી, ત્યાર બાદ રિઝર્વ ડે પર વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદીની ઈનિંગ્સ રમીને ૩૫૭ રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મેચ પહેલા કહ્યું હતું કે, ભારત પર તેમની ટીમનો દબદબો છે. જાેકે, ટીમ ઈન્ડિયા બાબાર આઝમને એવો જવાબ આપ્યો કે પાકિસ્તાને ર્ંડ્ઢૈંમાં તેની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. ભારતના ૩૫૬ રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર ૧૨૮ રન પર જ સિમિત રહી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બે ખેલાડીઓ બેટિંગ કરવા પણ બહાર ન આવી શક્યા. પાકિસ્તાન ક્રિકેટ ટીમની બેટિંગ ૮ વિકેટના નુકસાન બાદ સમાપ્ત થઈ ગઈ હતી. ભારત સામે રમતા ટીમને મોટું નુકસાન થયું હતું. બે મુખ્ય બોલરો ઘાયલ થયા હતા, જેમાંથી એક બોલિંગનો ક્વોટા પણ પૂરો કરી શક્યો નહોતો. હરિસ રઉફ રિઝર્વ ડે પર રમ્યો નહોતો જ્યારે નસીમ શાહ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને બોલિંગ અધૂરી છોડીને મેદાન છોડીને જતો રહ્યો હતો. બેટિંગ કરતી વખતે રવીન્દ્ર જાડેજાનો બોલ સલમાન આગાના ચહેરા પર વાગ્યો હતો અને તે પણ ઘાયલ થયો હતો. ભારત તરફથી રોહિત શર્મા (૫૬) અને શુબમન ગિલ (૫૮)એ શાનદાર શરુઆત કર્યા બાદ વિરાટ કોહલીએ ૯૪ બોલમાં ૧૨૨ રન અને કેએલ રાહુલે ૧૦૬ બોલમાં ૧૧૧ રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કુલદીપ યાવદવે શાનદાર બોલિંગ કરીને ૮ ઓવરમાં ૩.૧૦ની એવરેજ સાથે ૨૫ રન આપીને ૫ વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુરને ૧-૧ વિકેટ મળી હતી.

