ચીન,
ચીને ગત ૧૬મી ઓક્ટોબરે ત્રણ અવકાશયાત્રીઓને છ માસના મિશનમાં અંતરિક્ષમાં મોકલ્યા છે. આ અવકાશયાત્રીઓ છ માસના મિશન દરમિયાન સ્પેસ સ્ટેશનનું બાહ્મ મોડયુલ તૈયાર કરશે અને સ્પેસ સ્ટેશનના નિર્માણમાં મહત્વની કામગીરી કરશે.ચીનની મહિલા અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગના નામે ઈતિહાસ રચાયો છે. વાંગ યાપિંગ સ્પેસ વોક કરનારી ચીનની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની ગઈ છે. સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે વાંગ યાપિંગે છ કલાક સુધીનો સમય અંતરિક્ષમાં વીતાવ્યો હતો. ચીને ત્રણ અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનના નિર્માણનું કામ કરવા માટે છ માસ સુધી અવકાશમાં મોકલ્યા છે. એ ત્રણ અવકાશયાત્રીઓમાં એક મહિલા અવકાશયાત્રી વાંગ યાપિંગનો પણ સમાવેશ થાય છે. અંતરિક્ષમાં જઈને રેકોર્ડ સર્જનારી વાંગ યાપિંગે હવે પોતાના નામે વધુ એક વિક્રમ નોંધાવી દીધો છે. ચીનના સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે વાંગ યાપિંગે તેના સહ અંતરિક્ષયાત્રી સાથે સ્પેસ વોક કર્યું હતું. એ સાથે જ સ્પેસ વોક કરનારી એ ચીનની પ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી બની હતી. વાંગ યાપિંગે છ કલાકનો સમય સ્પેસમાં વીતાવ્યો હતો. ચીનની અવકાશ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે વાંગ યાપિંગ અને તેના સહ અંતરિક્ષયાત્રી ઝાઈ ઝિગાંગે સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે ૬.૦૫ કલાકનો સમય અંતરિક્ષમાં પસાર કર્યો હતો.


