અમેરિકા
તીવ્ર હવાના કારણે સ્પેસ એક્સના કેપ્સૂલમાં ખરાબી આવી હતી. કેપ્સૂલનું ટોઈલેટ તૂટી ગયું હતું, એટલે હવે પૃથ્વી પર આવતા અંતરિક્ષ યાત્રીઓએ ડાયપર પહેરવા મજબૂર બનવું પડશે. તે ઉપરાંત આ અંતરિક્ષયાત્રીઓની ઘરવાપસી પણ પાછી ઠેલાઈ હતી. જે અંતરિક્ષયાત્રી છ માસથી રાહ જાેતાં હતાં તેને વધુ થોડી કલાકોની રાહ જાેવી પડશે. અમેરિકા અને જાપાનના અવકાશયાત્રીઓ મેક્સિકોની ખાડીમાં ઉતરાણ કરવાના હતા. જાેકે, અંતરિક્ષયાત્રીઓએ ખરાબ વાતાવરણનો સામનો કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ નાસાએ ફ્લાઈટને સુરક્ષાના કારણોસર લીલીઝંડી આપી ન હતી. અંતરિક્ષયાત્રીઓએ કહ્યું હતું કે છેલ્લાં છ માસ ખૂબ જ પડકારજનક રહ્યા હતા.સ્પેસ એક્સનું કેપ્સૂલ સ્પેસ સ્ટેશનથી ધરતી પર આવવાનું હતું, પરંતુ ખરાબ હવામાનના કારણે તેને પૃથ્વી પર આવવાની પરવાનગી આપવામાં આવી ન હતી. એના કારણે બે અંતરિક્ષયાત્રીઓની ઘરવાપસી રદ્ થઈ હતી.