Gujarat

WORLD CUP પહેલા ભારતીય ટીમમાં કેપ્ટન પણ બદલાયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ અને આ વનડે સીરીઝની છેલ્લી મેચ ૨૭ સપ્ટેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ જીત્યા બાદ હવે આ શ્રેણીમાં મુલાકાતી ટીમને ક્લીન સ્વીપ કરવા ઉતરશે. પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવેલા સિનિયર ખેલાડીઓની ત્રીજી વનડેમાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. યુવા શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો હોવાના સમાચાર છે. ત્રીજી વન ડેમાં ટીમમાં મોટાપાયે ફેરફાર જાેવા મળી શકે છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સમાં ભાગ લેવાના કારણે ટીમનો ભાગ નહીં હોય.

બીજી વનડેમાં સદી ફટકારનાર ઓપનર શુભમન ગિલને આરામ આપવામાં આવી શકે છે. બીજી મેચમાં જાેરદાર ઝડપી ફિફ્ટી બનાવનાર બેટર સૂર્યકુમાર યાદવને બહાર બેસાડવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુરને પણ આરામ આપવામાં આવ્યો હોવાની ચર્ચા છે. સિનિયર સ્પિનર બોલર આર અશ્વિનની જગ્યાએ કુલદીપ યાદવ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. ટીમ ઈન્ડિયાનો લીડ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે માટે એક મેચનો વિરામ લીધા બાદ ઉપલબ્ધ રહેશે જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલને વર્લ્ડ કપ પહેલા તેની ઈજામાંથી બહાર આવવા માટે થોડો વધુ સમય આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ ના સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. એવું પણ જાણવા મળ્યું છે કે ઓપનર શુભમન ગિલ અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને થોડા દિવસ આરામ આપવામાં આવશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન.. આ પ્રકારે રહેશે જેમાં રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *