Delhi

સીઆરપીએફ જવાન રિતેષે તેના સાથીઓ પર એકે-૪૭થી હુમલો કર્યો હતા

નવી દિલ્હી ,
છત્તીસગઢના બસ્તર જિલ્લાની દક્ષિણે આવેલા લિંગાપલ્લી કેમ્પ ખાતે રિતેષ રંજન નામના આ જવાન ઉપર તેના અન્ય સાથી જવાનોએ અંકુશ મેળવી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રિતેષે તેના સાથી જવાનો ઉપર એકે-૪૭ રાઇફલ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સીઆરપીએફની ૫૦મી બટાલિયનની સી કંપનીમાં સવારે ૩.૨૫ કલાકે આ બનાવ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે લશ્કરી અને અર્ધ-લશ્કરી દળોની નોકરીઓમાં જવાનો મહદઅંશે એકલતાનો અને ઘરના વિરહનો ભોગ બનતા હોય છે જે સરવાળે તેઓને માનસિક તામ તરફ દોરી જાય છે અને અનેક કિસ્સાઓમાં જવાનો આત્મહત્યાનો માર્ગ પણ અપનાવી લે છે. સીઆરપીએફમાં ૨૦૧૮ થી અત્યાર સુધીમાં ૧૯૩ જવાનોએ આત્માહત્યા કરી.સોમવારે વહેલી પરોઢે છત્તસગઢના બસ્ત જિલ્લાની દક્ષિણે આવેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક કેમ્પમાં માનસિક તાણનો ભોગ બનેલા એક જવાને પોતાના જ સાથીદાર એવા જવાનો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ચાર જવાનોના મોત થયા હતા અને ત્રણને ઇજા થઇ હતીય સીઆરપીએફ દ્વારા આ ઘટના અંગે આજે કહેવામાં આવ્યું હતું કે છત્તીસગઢ ખાતે સોમવારે વહેલી પરોઢે બનેલી એક આકસ્મિક ઘટનામાં પોતાના જ ચાર સાથી જવાનોની હત્યા કરી બાદમાં અન્ય ત્રણ જવાનને ઇજાગ્રસ્ત કરનાર જવાન જ્યારે આ ઘટના બની ત્યારે કદાચ માનસિક તાણ અનુભવી રહ્યો હશે જેના કારણે તે માનસિક રીતે પણ અસ્વસ્થ બની ગયો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *