Gujarat

અમદાવાદમાં મહિલાને માર મારનાર સ્પા સંચાલકની ધરપકડ

સિંધુ ભવન રોડ ઉપર જાહેરમાં એક યુવતીને માર મારતા વાયરલ થયેલા વિડિયો આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મોહસીન રંગરેજની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ફરિયાદી યુવતી અને આરોપી ધંધાકીય પાર્ટનર હોવાને પગલે કર્મચારી અંગે બોલાચાલી થતાં મારામારી પર ઉતરી આવ્યા હતા. જાેકે પોલીસે વાયરલ થયેલા વિડિયો અને ધૃણાસ્પદ ઘટનાને પગલે તાત્કાલિક એક્શન માં આવતા નજરે પડી હતી. આરોપીનું નામ મોહસીન રંગરેજ છે. મૂળ દાણીલીમડા વિસ્તારનો રહેવાસી છે.

મોહસીન રંગરેજ અને ફરિયાદી યુવતી છેલ્લા ત્રણેક વર્ષથી ધંધાકીય પાર્ટનર હતા અને સલૂન અને સ્પામા પાર્ટનરશીપમાં વ્યવસાય પણ કરતા હતા. જાેકે ફરિયાદી યુવતીએ સ્પામાં કામ કરતી એક મહિલા કર્મચારીને ઉગ્રતાથી બોલતા આરોપી મોસીન રંગરેજ ને લાગી આવતા કર્મચારીને કંઈ પણ ન કહેવા માટે ફરિયાદી મહિલાને કહ્યું હતું. પરંતુ તે દરમિયાન બંને વચ્ચે તકરાર થતા મામલો બિચક્યો હતો અને જાહેરમાં જ આરોપી મોસીન રંગરેજ ફરિયાદી મહિલાને માર મારવા લાગ્યો હતો.આ ઘટના સમયના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર આરોપી મોહસીન રંગરેજ ફરિયાદીને ધમકાવતો હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં પોલીસ ને ફરિયાદ નહીં કરવા ધમકી આપતો હતો. જાે કે પોલીસે ફરિયાદી યુવતી ને ફરિયાદ આપવા માટે કાઉન્સિલિંગ પણ કર્યું અને આખરે મહિલાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. જાેકે આ દરમિયાન પણ ફરિયાદી મહિલા પોલીસ ને ફરિયાદ નહીં આપવા અને અંદરો અંદર પતાવટ કરી સમાધાન કરી લેવાના ફિરાકમાં હતી. જે માટે પોલીસ સ્ટેશનથી નીકળી મોહસીન ને મળવા જવાનું પણ નક્કી કર્યું હતું.

આ દરમિયાન પોલીસને પણ મહિલા મોહસીન ને મળવા જવાની હોવાનું ધ્યાને આવતા તેનો પીછો કરી ગુરુદ્વારા પાસેથી આરોપી મોહસીન રંગરેજ ની અટકાયત કરી હતી. આરોપીને બોડકદેવ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા કેટલીક હકીકત પણ સામે આવી હતી કે બે દિવસ સુધી આરોપી મોહસીન રંગરેજ અમદાવાદ અને આણંદ ના ભાલેજ ગામમાં ગાડીમાં જ ફરતો રહ્યો હતો. જેથી કરી પોલીસે તેની ધરપકડ ન કરે બીજી તરફ પોલીસ ને આ મામલે ચોક્કસ હકીકત મળતા ફરિયાદી મહિલા આરોપી મોહસીનને મળવા જાય તે દરમિયાન જ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *