BCCIએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી,
મેચ પહેલા એરોબેટિક ટીમ સૂર્ય કિરણનો એર શો કરશે
મેચમાં ડ્રિંક્સ અને ઇનિંગ્સ બ્રેક દરમિયાન પણ પ્રોગ્રામ હશે.
અમદાવાદ,
આજે (રવિવાર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. બંને ટીમો આ માટે તૈયાર છે અને મ્ઝ્રઝ્રૈંએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી છે.
બપોરે ૧.૩૫ થી ૧.૫૦ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની ઉપર ઇન્ડીયન એર ફોર્સ ના સૂર્યકિરણ વીમાનો દ્વારા એર-શો યોજવામાં આવશે…
પહેલી ઈનિંગ ડ્રીંક્સ બ્રેકમાં ગાયક આદિત્ય ગઢવીનું લાઈવ પરફોર્મન્સ થશે.
ત્યારબાદ પહેલી ઇનિંગ પત્યા બાદ પ્રીતમ ચક્રવર્તી, જાેનીતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા અને બીજા લોકોનું લાઈવ પરફોર્મન્સ થશે.
બીજી ઇનિંગની ડ્રીંક્સ બ્રેકમાં ભવ્ય લેઝર અને લાઈટ શો યોજવામાં આવશે.

