હરોતેલ અને કોબશા ગામની વચ્ચે એક જગ્યાએ ફાયરિંગ, IRB જવાન સહિત બેના મોત
મણિપુરમાં ફરી હિંસા શરૂ થઈ છે, અહીં સ્થિતિ સામાન્ય થઈ રહી નથી. સોમવારે હિંસાની એક તાજી ઘટનામાં, કાંગપોકપી જિલ્લામાં બે હરીફ જૂથો વચ્ચે ગોળીબાર દરમિયાન ૬ઠ્ઠી ૈંઇમ્, હેનમિનલેન વાઈફેઈના પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર હરોતેલ અને કોબશા ગામની વચ્ચે એક જગ્યાએ થયો હતો, જાે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગનું કારણ શું હતું. એક આદિવાસી સંગઠને દાવો કર્યો હતો કે કુકી-જાે સમુદાયના લોકો પર ઉશ્કેરણી વિના હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.. તમને જણાવી દઈએ કે, ઉત્તર-પૂર્વીય રાજ્યમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ મે મહિનાની શરૂઆતમાં શરૂ થયો ત્યારથી, આ પ્રદેશમાં ગ્રામીણો વચ્ચે ગોળીબારની ઘણી ઘટનાઓ નોંધાઈ છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધારાના દળ તૈનાત કરવામાં આવ્યા છે અને ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે શોધખોળ ચાલી રહી છે. કુકી-જાે સમુદાયના લોકો પરના હુમલાની નિંદા કરતા, કાંગપોકપીની આદિજાતિ એકતાની સમિતિ (COTU) એ કાંગપોકપી જિલ્લામાં કટોકટી બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત COTUએ એક બેઠકમાં એવી પણ માંગ કરી હતી કે સરકારે આદિવાસીઓ માટે અલગ વહીવટની વ્યવસ્થા કરવી જાેઈએ.. વાસ્તવમાં, અનુસૂચિત જનજાતિ દરજ્જાે આપવા માટે મેઇટી સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ૩ મેના રોજ યોજાયેલી આદિવાસી એકતા માર્ચ પછી હિંસા ફાટી નીકળી હતી. જેના કારણે અત્યાર સુધીમાં ૧૮૦થી વધુ લોકોના મોત થયા છે.
મણિપુરની વસ્તીના લગભગ ૫૩ ટકા મેઇટી લોકો છે. તેમની વસ્તી મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં જાેવા મળે છે. જ્યારે આદિવાસીઓ, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે, તેઓ લગભગ ૪૦ ટકા વસ્તી ધરાવે છે અને તેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.

