Gujarat

અમદાવાદ સિવિલમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વધ્યો

અમદાવાદ
શહેરમાં શિયાળાના આગમન સાથે જ શરદી-ઉધરના કેસ વધ્યા છે. ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈન લાગી છે. તો બીજી તરફ ઝાડા-ઉલટીના ૫૭ ટાઈફોઈડના ૪૯, કમળાના ૨૩ જેટલા કેસ નોંધાયા છે. શિયાળામાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યૂના કેસમાં હજી વધારો થવાની નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. તો બાળકો અને વૃદ્ધોને ડેન્ગ્યૂથી બચવા ખાસ સાવચેતી રાખવાની પણ તબીબો સલાહ આપી રહ્યાં છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ રોગોથી બચવા તમે શું શું કરી શકો છો. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ૬૮ દિવસમાં ડેન્ગ્યૂના ૬૮૦ દર્દી નોંધાયા છે. તો અસારવા સિવિલ હોસ્પિટલમાં ચિકનગુનિયાના ૨૯૯ કેસ સામે આવ્યા. અમદાવાદના વિવિધ મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટરોમાં છ દિવસમાં જ ૪ હજાર જેટલા લોકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સંખ્યાબંધ વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. આમ છતાં આરોગ્ય વિભાગ અને તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *