‘આયુષ્યમાન કાર્ડ કઢાવી ઉપચાર બાબતે નિશ્ચિંત થઈએ’– ભીખુભાઈ વાઘેલા
ગાંધીનગર,
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાઓનો લાભ આપવા સરકાર જન જન સુધી પહોંચવાનો મક્કમ નિર્ધાર કરી ગામેગામ પહોંચી છે,ત્યારે પીંપળજ ગામના રહેવાસી ભીખુભાઈ વાઘેલાએ ‘મેરી કહાની -મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ ના લાભ અંગે પોતાના શબ્દોમાં પોતાની આપવીતી રજૂ કરી હતી. અને જે લોકો હજુ આ યોજનાથી વંચિત છે તેમને તાત્કાલિક કાર્ડ કઢાવી લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. ભીખુભાઈ પોતાની વાત રજૂ કરતા જણાવે છે કે તેઓ હાલ ૬૪ વર્ષના છે. તેમને થોડા સમય પહેલા હાથ પગમાં અતિશય સોજા ,અશક્તિ, અચાનક ચક્કર આવવા જેવી તકલીફો થઈ હતી. પરિણામે તેમને શહેરના જાણીતી હોસ્પિટલમાં જઈ તપાસ કરાવી હતી. શરૂઆતમાં કોઈ નિરાકરણ ન મળતા આખરે તેમણે રિપોર્ટ કરાવ્યા હતા અને તેમને જાણવા મળ્યું હતું કે તેમને હૃદયમાં વાલ્વની તકલીફ છે.
અને તેમને આ તકલીફમાંથી મુક્ત થવા ઓપરેશન એક માત્ર ઉપાય છે. તેઓ જણાવે છે કે આવી પરિસ્થિતિમાં શારીરિક તકલીફ તો હતીજ, એમાંય જાે આયુષ્માન કાર્ડ ન હોત તો આર્થિક તંગી નો સામનો કરવો પડતો. બિલ કેટલું થશે! કેવી રીતે ભરાશે !બધું વિચારવું પડતું. પરંતુ તેમની પાસે આયુષ્માન કાર્ડ હોવાથી તેઓ તરત યુ.એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચી ગયા અને ઈલાજ કરાવ્યો. એટલું જ નહીં તેમને સર્જરી બાદ રજા મળતા ઘર સુધી સલામત પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન તેમને એક પણ રૂપિયો ખર્ચ થયો નથી.
આટલું જણાવતા તેઓ ગંભીરતાપૂર્વક ગ્રામજનોને સમજાવે છે કે , આજીવન મહેનત મજૂરી કરી સંતાનોના ભવિષ્ય માટે જાેડેલો પૈસો ઓચિંતી આવી પડતી બીમારીમાં ખર્ચાઈ જાય અને આપણે બાળકો માટે કશું રાખી શકતા નથી. ક્યારેક તો ખેતર ખોરડા વેચવાના પ્રસંગો પણ ભૂતકાળમાં જાેયા છે. માટે જ આયુષ્યમાન કાર્ડ કઢાવી સૌ ઉપચાર બાબતે નિશ્ચિંત થઈએ. હંમેશા લોક કલ્યાણ માટે ચિંતિત સરકારની સૌથી સર્વશ્રેષ્ઠ યોજનાઓમાંથી એક એટલે આયુષ્માન યોજના.તેમ જણાવી ભીખુભાઈએ સરકાર તરફથી બીમારીની વિકટ પરિસ્થિતિમાં ઉપચારનો ગેરેંટી લેટર આ આયુષ્યમાન કાર્ડ સ્વરૂપે આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

