ભારતીય વાયુસેના માટે બીજા એરક્રાફ્ટ કેરિયરનો સંકેત ગયા વર્ષે જ મળી ગયો હતો
ભારતીય વાયુસેના માટે બીજા એરક્રાફ્ટ કેરિયરનો સંકેત ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે ગયા વર્ષે આપ્યો હતો. તેમને કહ્યું હતું કે બીજુ એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત ક્લાસનું જ હશે. એટલે કે આ એક રિપિટ ઓર્ડર હશે. તેને બનવામાં ઓછો સમય લાગશે. હવે તેને લઈને સરકાર, સેના અને તે કંપનીઓમાં સહમતિ બની ચૂકી છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવામાં આવે. સંરક્ષણ નિષ્ણાંત માને છે કે આનો મોટો ફાયદો જાપાનને થશે. બીજા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરથી માત્ર ભારતીય નેવીને ફાયદો નહીં થાય પણ આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પણ શાંતિનો માહોલ બનશે.
એક અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે બીજા એરક્રાફ્ટ કેરિયરનું ડિસ્પ્લેસ્મેન્ટ ૪૫ હજાર ટન હશે અને તેની ઉપર ૨૮ ફાઈટર જેટ અને હેલિકોપ્ટર તૈનાત કરી શકશે… જાપાનને કેવી રીતે થશે ફાયદો?.. જે વિષે જણાવીએ, ભારતીય નેવી મજબૂત બનશે તો ચીનની પીએલએ નેવીને ભારત તરફ ધ્યાન આપવુ પડશે. તેનાથી જાપાન તરફ તેનુ ધ્યાન થોડુ ઓછુ થશે. જાપાનનું સ્ટ્રેટેજિક પ્રેશર ઓછુ થશે. જેવી જ ભારતીય દરિયાઈ વિસ્તારમાં ભારતીય નેવીની મજબૂતી વધશે. આસપાસના વિસ્તારની સુરક્ષા વધશે. આસપાસના વિસ્તારની સુરક્ષા વધશે. તેનાથી જાપાન, થાઈલેન્ડ, મ્યાનમાર જેવા દરિયાઈ વિસ્તારના દેશોની આસપાસ સ્થિરતા આવશે, રણનીતિક સંતુલન બનશે. બીજુ એરક્રાફ્ટ કેરિયર લોન્ચ થતાં જ ભારતીય અને જાપાની નેવી વધારે નજીકથી મળીને યુદ્ધાભ્યાસ કરી શકશે. વધારે ટેક્નિકલ કરાર કરી શકશે. મેરીટાઈમ પેટ્રોલિંગ પણ સરળ હશે.
અને દરિયાઈ વિસ્તારોમાં જ્યાં જાપાન નથી પહોંચી શકતુ ત્યાં ભારતીય નેવી જઈ શકશે. તેનાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થશે અને દરિયાઈ સુરક્ષા વધશે… કેવુ હશે બીજુ એરક્રાફ્ટ કેરિયર?.. જે વિષે જણાવીએ, ૈંછઝ્ર-૨ એટલે કે બીજા સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજનું ડિસ્પ્લેસમેન્ટ ૪૫ હજાર ટન રહેશે. તેની લંબાઈ ૮૬૦ ફૂટ, બીમ ૨૦૩ ફૂટ, ઉંચાઈ ૧૯૪ ફૂટ અને ડ્રોટ ૨૮ ફુટ હશે. તેમાં ૧૪ ડેક હશે. તેને ચાર જનરલ ઈલેક્ટ્રિક એન્જિન અને બે ઈલેકોન કોગેગ ગીયરબોક્સથી તાકાત મળશે. પ્રોપલ્શન માટે બે શાફ્ટ હશે. જહાજ વધારેમાં વધારે ૫૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયામાં ચાલી શકશે. તેની રેન્જ ૧૫ હજાર કિલોમીટર હશે. તેની પર એક વખતમાં ૧૯૬ અધિકારી અને ૧૪૪૯ નૌસૈનિક એક વખતમાં તૈનાત થઈ શકશે. બચાવ માટે તેની પર કવચ એન્ટી મિસાઈલ સિસ્ટમ અને મારીચ એડવાન્સ ટોરપીડો ડિફેન્સ સિસ્ટમ લાગેલા હશે. આ સિવાય સરફેસ ટુ એર મિસાઈલ બરાક ૮ના ૩૨ સેલ હશે. ૪ ઓટોબ્રેડ ડ્યુઅલ પર્પઝ ગન અને ૪ છદ્ભ ૬૩૦ ગન લાગેલી હશે. તેની પર રાફેલ એમ, મિગ ૨૯, તેજસ ફાઈટર જેટ, ટેડબીએફ ફાઈટર જેટ અથવા એએમસીએ ફાઈટર જેટ તૈનાત થઈ શકે છે. તે સિવાય કામોવ, અપાચે, પ્રચંડ, એમએચ ૬૦ અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે.

