Gujarat

ભરૂચ શહેરના રસ્તાઓ પર બે દિવસથી અંધારપટ છવાયો

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ૨૦૦૦ કરતાં વધુ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખ્યાં
કનેક્શન કપાઈ જતાં કોંગ્રેસે ખાલી તિજાેરી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

ભરૂચ નગરપાલિકાના બાકી વીજબિલના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ૨૦૦૦ કરતાં વધુ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતા ભરૂચ શહેરના રસ્તાઓ પર બે દિવસથી અંધારપટ છવાયો છે. એકતરફ ભરૂચ નગરપાલિકાના સત્તાધીશ વહેલીતકે સમસ્યા હલ કરી નાખવાની ખાતરી આપી રહ્યા છે તો બીજી તરફ સતત બે દિવસ ભરૂચની તમામ સ્ટ્રીટ લાઈટ બંધ રહી હતી.

પાલિકાના વહીવટ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ નગર પાલિકાના વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદની આગેવાનીમાં કોંગી કાર્યકરો ખાલી તિજાેરી સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં સૂત્રોચ્ચાર સાથે સાશકો સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર કાર્યકરોને અટકાવ્યા હતા.

File-02-Page-14-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *