Gujarat

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત

આજે દહેગામ તાલુકાના હાથીજણ ગામ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથિકના નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પનું આયોજન

ગાંધીનગર,

આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર દ્વારા તારીખ ૧૪મી ડિસેમ્બરના રોજ દહેગામના હાથીજણ ગામ ખાતે યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નિઃશુલ્ક આર્યુવેદ અને હોમિયોપેથિક મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ હાથીજણ ગામના સાંસ્કૃતિક પ્રવૃત્તિ કેન્દ્ર ખાતે સવારના ૯ થી બપોરના ૧.૦૦ કલાક દરમિયાન યોજાશે. આ કેમ્પમાં જનરલ હોમીયોપેથી ઓપીડી – પથરી, હરસ, મસા અને અન્ય તમામ શારીરિક તકલીફો માટે હોમીયોપેથી પદ્ધતિથી નિદાન કરી સારવાર આપવામાં આવશે.સ્ત્રીરોગ – સ્ત્રીઓને લાગતી શારીરિક તકલીફો જેવી કે સફેદ પાણી પડવું, માસિક ને લગતી તકલીફો, યોનિમાર્ગમાં ખંજવાળ, બળતરા, નિઃસંતાનતા વગેરેની સારવાર આપવામાં આવશે.

બાળરોગ – બાળકોનું વજન ન વધવું, કૃમિ(કરમિયા), વારંવાર બાળક બીમાર પડવું, ભૂખ ન લાગવી તથા બાળકોની અન્ય તકલીફોની સારવાર આપવામાં આવશે.લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર – આધુનિક જીવનશૈલીને લગતા વિવિધ રોગો જેવા કે – બીપી, ડાયાબીટીસ,સ્થૂળતા,થાઈરોઈડ જેવી તકલીફોની આયુર્વેદ સારવાર આપવામાં આવશે. જરા ચિકિત્સા – વૃદ્ધોની વિવિધ શારીરિક તકલીફોનું નિદાન સારવાર કરી સારવાર આપવામાં આવશે..

પ્રકૃતિ પરિક્ષણ – શરીરની પ્રકૃતિ(તાસીર) જાણી આપી તે માટે યોગ્ય જીવન શૈલી, ખોરાક અને આચરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.દંતોત્પાટન- નિષ્ણાંત વૈદ્ય દ્વારા જાલંધર બંધથી હલતા દાંતને કોઈ પણ જાતના રક્તસ્ત્રાવ કે ઈન્જેક્શન વિના પાડી આપવામાં આવશે.રોગ પ્રમાણે યોગ – શરીરના રોગ પ્રમાણે યોગ્ય યોગાસનો અને પ્રાણાયામ વિશે યોગ નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આયુષ પ્રદર્શન – રસોડાના વિવિધ ઔષધો અને ઘરઆંગણા ની વનસ્પતિ વિશે માહિતી આપતું પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. હોમિયોપેથીક દવાઓ રોગ ના મૂળ માં જઈને કુપોષણના લક્ષણો ને દૂર કરવામાં મદદ કરે છે જેમાં પ્રત્યેક બાળક ના વ્યક્તિગત બંધારણ નો અભ્યાસ કરી કુપોષણ નું કારણ શોધી બાળકો ને સારવાર અપાય છે. આ માટે બાળકો ને સંપૂર્ણ આહાર ની સાથે સાથે યોગ્ય હોમિયોપેથીક દવા આપવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે. અગાઉ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત હોમિયોપેથીક દવા થી ૯૦ થી ૯૫ ટકા પરિણામ મળેલ છે.

હોમિયોપેથીક દવા ની કોઈ આડ અસર થતી નથી જેથી નાના બાળકો સરળતાથી લઈ શકે છે અને તેમજ ભૂખ માં વધારો કરે છે.પાચન શક્તિ વધારે છે, વજન વધારે છે , રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, અખાદ્ય પદાર્થો જેવાકે પેન, સ્લેટ, માટી, ચૂનો વગેરે ખાવાની ઈચ્છા ઓછી થાય છે. જિલ્લા પંચાયતનાં સ્વભંડોળની ગ્રાન્ટ માંથી આ દવાનું જિલ્લાના કુપોષિત બાળકો માટે આંગણવાડી ખાતે વિતરણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે સર્વે હાથીજણ ગામના ગ્રામજનો અને આસપાસના ગ્રામજનોને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રીમતી ડૉ.ભાવનાબેન પટેલે જણાવ્યું છે.

File-02-Page-Ex-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *