સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.12 ઢીલો, ચાંદીનો વાયદો રૂ.763 વધ્યોઃ બિનલોહ ધાતુઓમાં સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.240 નરમઃ કપાસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,07,411 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,26,153.6 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.95 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 8થી 14 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 95,46,420 સોદાઓમાં કુલ રૂ.8,33,660.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,07,411.19 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.72,6153.6 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,05,579 સોદાઓમાં રૂ.73,615.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,525ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,880 અને નીચામાં રૂ.61,001ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.12 ઘટી રૂ.62,454ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 ઘટી રૂ.50,296 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.6,138ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.61 ઘટી રૂ.62,229ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.74,641ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,319 અને નીચામાં રૂ.71,234ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.763 વધી રૂ.75,076ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.655 વધી રૂ.75,020 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.640 વધી રૂ.75,016 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 70,018 સોદાઓમાં રૂ.7,663.01 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.715.35ના ભાવે ખૂલી, રૂ.11.95 વધી રૂ.727.15 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.35 વધી રૂ.200.45 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.15 વધી રૂ.222ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.50 વધી રૂ.200.20 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.184.20 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.3.90 વધી રૂ.221.70 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,57,150 સોદાઓમાં રૂ.26,062.36 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,840ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,027 અને નીચામાં રૂ.5,658ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.215 વધી રૂ.6,017 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.209 વધી રૂ.6,016 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.216ના ભાવે ખૂલી, રૂ.18.20 ઘટી રૂ.196.60 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 18.2 ઘટી 196.8 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.70.27 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,595ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,595 અને નીચામાં રૂ.1,595ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.28 વધી રૂ.1,595 થયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,800 અને નીચામાં રૂ.56,560ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.240 ઘટી રૂ.56,760ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 ઘટી રૂ.940.70 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.26,474.76 કરોડનાં 42,806.031 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.47,140.79 કરોડનાં 6,427.438 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,592.43 કરોડનાં 1,96,98,650 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,469.93 કરોડનાં 72,52,20,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,093.46 કરોડનાં 55,437 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.240.89 કરોડનાં 13,132 ટન તાંબાના વાયદાઓમાં રૂ.3,855.72 કરોડનાં 53,540 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,472.94 કરોડનાં 1,12,975 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.09 કરોડનાં 3,168 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.52.08 કરોડનાં 548.64 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,571.964 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 757.264 ટન, તાંબાના વાયદાઓમાં 13,215 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 26,658 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,062 ટન તથા જસત અને જસત-મિનીમાં 25,171 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 20,32,640 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,20,13,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 9,264 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 496.8 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.95.45 કરોડનાં 1,185 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 235 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,281 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,389 અને નીચામાં 15,842 બોલાઈ, 547 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 67 પોઈન્ટ વધી 16,317 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,26,153.6 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,619.56 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,256.08 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,24,518.24 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.68,569.5 કરોડનાં કામકાજ થયાં હતાં.

