Gujarat

ગીરગઢડા થી ગાંધીનગર રૂટની તદ્દન ન્યુ બ્રાન્ડ કોચ બસ આજથી શરૂ કરાઇ.

ગીરગઢડા થી દરરોજ રાત્રે ૮ વાગ્યે ઉપડતી ગાંધીનગર રૂટની એસ ટી બસ શરૂઆતમાં સ્લીપિંગ અને છેલ્લા ઘણા સમયથી સીટિંગ બસ અને તે પણ બિસ્માર હાલત સ્વરૂપે ચાલુ કરાય હતી. જેથી ગીરગઢડા થી ગાંધીનગર રૂટની બસ આજે કાયમી ધોરણે બ્રાન્ડ ન્યુ કોચ સ્વરૂપે ચાલુ કરવામાં આવી છે. જે ઉના ગીરગઢડા પંથક વિસ્તારના પેસેન્જરો માટે સારી સુવિધા ઉપલબ્ધ થઇ છે. આ બસ રૂટ અંગે વેપારી મંડળની વારંવાર રજુઆત અને આગેવાનો તેમજ એસ ટી ડેપોના મેનેજરની જહેમતથી ગીરગઢડા થી ગાંધીનગર રૂટની ન્યુ બ્રાન્ડ કોચ બસ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
બ્રાન્ડ ન્યુ કોચની એસ ટી બસ  સાંજે ૭.૫૦ વાગ્યે ગીરગઢડાથી રવાના કરી હતી. જેમાં વેપારીમિત્રો તથા આગેવાનો, તેમજ નગરજનોની ઉપસ્થિત રહી લીલીઝંડી આપીમાં ડ્રાઇવર, કંડક્ટરને મીઠાઇ ખવડાવી મો મીઠા કરાવી આ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગીરગઢડા તેમજ ઉના પંથકના લોકોને ગાંધીનગર સુધીની લાંબા રૂટની બસ સુવિધાની માંગ હતી. તે માંગ સંતોષ પૂર્વક બસ સારી સેવિધા સાથે ઉપલબ્ધ થતા લોકોમાં ખૂશીનો માહોલ ફેલાયો હતો.

IMG-20231215-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *