બોડેલી થી ખાટિયાવાંટનો એસ.ટી નો જે રૂટ છે તેમાં ચલામલી ખાતે આવેલ સ્કૂલ નાં 180 થી વધુ બાળકો તેમાં સવાર થતાં હોઈ છે. કેમે કે બાળકો ને તેમના ઘરે જવા માટે ફક્ત આ એક જ બસ સ્કૂલ છુંટવા નાં સમયે છે . જેથી જીવ નો જોખમ આ બાળકો ખેડી રહ્યા છે. બોડેલી થી આવતી આ બસમા અન્ય મુસાફરો પણ સવાર હોઈ ધક્કા મૂકી કરી ને બસ મા બાળકો ચડતા હોઈ છે . તેમને બેસવા માટે જગ્યા ના મળતા તેઓ ને ઊભા ઊભા પણ મુસાફરી કરવી પડે છે. જોઈ શકાય છે કે શ્વાસ પણ લેવું મુશ્કેલ એવા બાળકો ઠસો ઠસ રીતે ઊભા છે. જેમને બસ મા ચડવાનો મોકો મળે તો ઠીક નહિ તો તેમને પોતાના ગામ માં ચાલતા જવું પડતું હોવા નું વિદ્યાર્થી ઓ નું કહેવું છે.
ચલામલી ગામ ખાતે માતૃ શ્રી અમરત બા હાઇસ્કૂલ આવેલ છે જ્યા આશ પાસ ના લગભગ 180 જેટલા બાળકો અભ્યાસ અર્થે આવતા હોઈ છે .આ બાળકો માટે ના તો આવવા માટે યોગ્ય ટાઇમ છે કે ન તો જવા માટે જે બસ આવે છે તે સાંજ નાં 4.20 નાં સમયે આવતી હોઈ સ્કૂલ ને 4.15 વાગ્યે બાળકો ને છોડી મૂકવામા આવે છે. જેને લઇ બાળકોનાં અભ્યાસ પર પણ સીધી અસર થાય છે. સ્કૂલના પ્રિન્સીપાલ બાળકો જે રીતે મુસાફરી કરે છે તેને લઈ ચિંતિત છે. અકસ્માત થવાની સંભાવના પણ જોવાઇ રહી છે અને બાળકો પણ મુસાફરી કરતા ડરી રહ્યા છે જે રૂટ પર બસ ચાલે છે તે બસ સિંગલ પટ્ટી ના રોડ પર ચાલે છે પ્રિન્સિપાલનું એ એપણ કહેવું છે કે વારંવાર ની રજૂઆત બીજી બસ ફાળવવા માટે બોડેલી ડેપોમાં કરી છે .પણ કોઈ નિકાલ આવતો નથી. જો ખાગની વાહન મા ક્ષમતા કર્યા એક પેસેન્જર વધુ હોઈ તો વાહન ચાલક ને મેમો મળે છે અને મશ મોટો દંડ ફટકારવા મા આવે છે ત્યારે બસ મા ઓવર લોડ પેસેન્જર ભરવા મા આવે તો કેમ દંડ નહિ ?
જે રસ્તા પર થી બસ પસાર થાય છે તે ખૂબ જોખમી છે રસ્તા પર આવતું જે નાળુ છે તે ખૂબ સાકડું છે ફક્ત બસ પસાર થાય તેટલો માર્ગ છે આશ પસા ઊંડા ખાડા છે જો ચાલક ને જરા પણ ચૂક થાય તો મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના છે.
આ વિસ્તારના લોકો પણ બાળકો જે જીવ ના જોખમે સવારી કરતા હોઈ છે તેને લઈ સ્થાનિક લોકો મા પણ ચિંતા છે જો એક વધુ બસ ફાળવવા મા આવે તો ચોક્કસ જે વિદ્યાર્થી ઓ છે તેમની તકલીફ દૂર થાય જેને લઈ સ્થાનિકો એ પણ રજૂઆતો કરી છે
બસ મા ક્ષમતા કરતા વધુ બસ માં પેસેન્જર ભરવા મા આવતા હોઈ જરૂરિયાત હોઈ અને વધુ એક બસ ની ફાળવણી કરવા મા આવતી ના હોઈ તે બાબતે બોડેલી ના એસ.ટી ડેપો ના મેનેજર પાસે જાણકારી લેવા ની કોશિશ કરી તો તેમને કેમેરા સામે કાઈ પણ બોલવા નો ઇનકાર કરી દીધો એટલે કે એ.ટી.વિભાગ ની બેદરકારી છૂપાવવા ની તેમને કોશિશ તેઓ કરી રહ્યા છે.

