રાજુલામાંથી મહિલાને વાતોમાં મશગુલ કરી, સોનાની બુટ્ટીની ચીલ ઝડપ કરનારઇસમને કુલ કિં.રૂ. ૪૧,૮૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુન્હાની વિગતઃ-
મરીયમબેન રહીમભાઇ વારૈયા, ઉ.વ.૫૫, રહે.રાજુલા, આગરીયા જકાતનાકા પાસે, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૪/૧૨/૨૦૨૩ નાં બપોરના આશરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ટાવર બાજુ જતા હોય, અને નગરપાલીકા કચેરીની આગળ ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે પહોંચતા એક અજાણ્યો ઇસમ મરીયમબેન પાસે આવી વાતોમાં મશગુલ કરી, નજર ચુકવી બન્ને કાનની સોનાની બુટ્ટી કિ.રૂ.૪૦,૦૦૦/- ની આંચકી નાશી જઇ ગુનો કરેલ હોય, જે અંગે મરીયમબેનએ અજાણ્યા પુરૂષ આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૩૦૫૩૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯એ (૩) મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડર્કીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ આ પ્રકારના અનડીટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ તેમજ શકદારોને ચેક કરવામાં આવેલ. આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. અનડીટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમની મદદથી અજાણ્યા આરોપીની ઓળખ મેળવી, આરોપીને ઉપરોકત ચીલ ઝડપના મુદ્દામાલ સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીની સઘન પુછપરછ કરતાં ઉપરોકત અનડીટેક્ટ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ હતી.
*પકડાયેલ આરોપીની વિગત:-*
*યાસીન ઉર્ફે બાકડો કાળુભાઈ શેખ, ઉ.વ.૫૦, રહે. અમદાવાદ, જમાલપુર, મોચી હોડ, કડીયાવડ, મસ્જીદ પાસે, ટ્રાયખલ વિસ્તાર.*
*રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-*
*એક સોનાનો ઢાળીયો વજન ૯.૯૬૦ ગ્રામ કિં.રૂ.૪૧,૮૬૦/- નો મુદ્દામાલ.*
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી યાસીન ઉર્ફે બાકડો કાળુભાઈ શેખ નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) વડોદરા સીટી પો.સ્ટે. (વડોદરા શહેર) ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૦, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,
(૨) મણીનગર પો.સ્ટે.(અમદાવાદ શહેર) ફ. ગુ.ર.નં.૧૭૨/૨૦૧૦, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,
(૩) હિંમતનગર સીટી પો.સ્ટે. (જિ.સાબરકાંઠા) ફ.ગુ.ર.નં.૨૮૭/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૩૭૯.
(૪) ઉંજા પો.સ્ટે. (જિ.મહેસાણા) ફ.ગુ.ર.નં.૨૨૮/૨૦૧૧, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦.
(૫) મોડાસા પો.સ્ટે. (જિ.અરવલ્લી) ફ.ગુ.ર.નં.૧૬/૨૦૧૨, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦.
(૬) હિંમતનગર એ ડીવી. પો.સ્ટે. (જિ.સાબરકાંઠા) ફ.ગુ.૨.નં.૬૬/૨૦૧૨, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦,
(૭) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે. ગુ.ર.નં. ૫૪/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨ (૮) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૫૭/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨
(૯) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ.ગુ.ર.નં.૫૯/૨૦૧૩, આઈ.પી.સી. કલમ ૨૯૪, ૩૨૩,૫૦૬ (૨)
(૧૦) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૭૩/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨,
(૧૧) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૫૬/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨.
(૧૨) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ.ગુ.ર.નં.૨૪૪/૨૦૧૩, આઈ.પી.સી. કલમ ૨૯૪,
૩૨૪
(૧૩) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૩૨૨૫/૨૦૧૩, જી.પી.એકટ કલમ ૧૪૨
(૧૪) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.ર.નં.૯૭/૨૦૧૪, જી.પી.એકટ કલમ ૧૪૨.
(૧૫) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૧૪૭/૨૦૧૪, જી.પી.એકટ કલમ ૧૪૨,
(૧૬) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) ફ.ગુ.ર.નં.૨૮૪/૨૦૧૪, જી.પી.એકટ કલમ ૧૪૨,
(૧૭) ગાયકવાડ હવેલી પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૧૪૫/૨૦૧૫, જુગાર ધારા કલમ ૧૨.
(૧૮) દાણીલીમડા પો.સ્ટે. (અમદાવાદ શહેર) સે.ગુ.૨.નં.૩૦૬૫/૨૦૧૭, જુગાર ધારા કલમ ૪,૫.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન.હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી. ગોહિલ,તથાએ.એસ.આઈજાવેદભાઈચૌહાણ,બહાદુરભાઈ વાળા તથા હેડ કોન્સ.મનીષભાઈ જાની, નિકુલસિંહ રાઠોડ,
લીલેશભાઇ બાબરીયા, તથા.પો.કોન્સ.રાહુલભાઈ ઢાપા,યુવરાજસિંહ વાળા, વિનુભાઇ બારૈયા, ભાવિનગીરીગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

