અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.જે.ચૌધરી સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના નાગનાથ ચોકીના પોલીસ સ્ટાફે અમરેલી કમાંડ કંટ્રોલ (નેત્રમ) દ્વારા સી.સી.ટી.વી.ની મદદથી તથા હુયમન સોર્સીસ તથા અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી મીની કસ્બાવાડ, શેરી નં.૦૨ ના ખુણે જાનમહમદ દાદાની દરગાહ પાસેથી એક ઇસમને અમરેલી શહેર પો.સ્ટે. I ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૧૧૪૧/૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ ના ગુનાના કામે અમરેલી શહેરમા બિનાકા ચોકથી મીની કસ્બાવાડ વાળા રસ્તા ઉપર આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટની દુકાનની બહારથી ચોરીમા ગયેલ મુદામાલ એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સને-૨૦૦૫ ના મોડેલ ની જેનો રજી નં. GJ-05-DM 5394નુ કાળા કલરનું જેના એન્જીન નંબર-05815E13021 તથા ચેચીસ નંબર-05816F12962 ના મો.સા. સાથે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરેલ છે.
આરોપી તથા કબ્જે કરેલ મુદામાલ
આરોપી – જાફર ઇબ્રાહીમભાઇ રફાઇ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.અમરેલી મીની કસ્બાવાડ તારવાડી પાસે મેમણ કબ્રસ્તાન વાળા પાસેથી કબ્જે કરેલ મુદામાલ એક એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સને-૨૦૦૫ ના મોડેલ ની જેનો રજી નં. GJ-05-DM 5394 નુ આખા કાળા કલરનું જેના એન્જીન નંબર-05B15E13021 તથા ચેચીસ નંબર-05B16F12962 કિ.રૂા.૧૫,૦૦૦/
શોધાયેલ ગુનો
(૧) અમરેલી શહેર પો.સ્ટે. I ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૧૧૪૧૮૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબ
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.જે.ચૌધરી તથા પો.સ.ઇ. ડી.બી.પમાર તથા ASI કૌશીકભાઇ જેઠસુરભાઇ તથા PC બુધાભાઇ જસાભાઇ તથા PC કુલદિપસિંહ કાળુભા તથા PC અતુલભાઇ કાળુભાઇ તથા LRD સિધ્ધરાજસિંહ ભરતસિંહ તથા LRD વનરાજભાઇ વલકુભાઇ તથા LRD પ્રદીપભાઇ અરૂણભાઇ અમરેલી કમાંડ કંટ્રોલ (નેત્રમ) ના સ્ટાફના સહયોગથી કરેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


