Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠયા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સૌથી મોટો તફાવતમાં સવાલ મોટો અને તેનો જવાબ ભારતીય કેપ્ટન રોહિત શર્માની વિચારસરણીમાં દેખાયો હતો. કેપ્ટનની નબળી વિચારસરણીએ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. વિરાટ કોહલીની આગ તેમનામાં દેખાતી ન હતી, જેનું પરિણામ બધાની સામે છે. જીઈદ્ગછ દેશોમાં ટેસ્ટ શ્રેણી જીતવા ખેલડીઓની સાથે કેપ્ટને પણ આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઊતરવું જરૂરી છે, ત્યાંની પીછો પર બેટિંગ અને બોલિંગ બંનેમાં ધાર અને ઊંડાણ હોવું જરૂરી છે, જે હાલની ટીમમાં દેખાઈ રહ્યું નથી.

જેનું એ પરિણામ આવ્યું કે ભારતે પહેલી ટેસ્ટમાં કારમી હારનું સમણું કરવું પડ્યું હતું.. સેન્ચુરિયનની હારથી દિલ તૂટી ગયા અને સવાલો ઉભા થવા લાગ્યા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ. બદ્રીનાથ ફરી વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટનશિપ સોંપવાની વાત કરી. તેણે કહ્યું કે વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટન બનાવવો જાેઈએ. રોહિતે ન તો કેપ્ટનશીપ કે ના બેટિંગના કોઈ ખાસ કમાલ કરી શક્યો, જ્યારે વિરાટ બંને ઈનિંગમાં પરિસ્થિતિ મુજબ બેટિંગ કરી રહ્યો હતો.

રોહિત અને વિરાટ વચ્ચે ટેસ્ટ કેપ્ટનશિપને લઈને વિચારસરણીમાં કેટલો તફાવત છે તે તમે દક્ષિણ આફ્રિકાની પિચોને લઈને બંનેના નિવેદનો પરથી પણ જાણી શકો છો. જે પિચ પર રોહિત શર્મા ૨૦૧૮ના પ્રવાસની સરખામણીમાં ૨૦૨૩માં વધુ ઉછાળો અને ગતિ જાેઈ રહ્યો છે. આ જ પિચને લઈને વિરાટ કોહલીએ એકવાર કહ્યું હતું કે તેના માટે પિચ અને સ્થિતિ કેવી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે રમવા માટે આવીએ છીએ, પછી ભલે ગમે તેવા સંજાેગો હોય. તેથી અમે બહાનું બનાવી શકતા નથી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *