Sports

ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન

ડેવિડ વોર્નરે તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમત પહેલા વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. વોર્નર તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ ક્લાસ બેસ્ટમેન સાબિત થયો હતો. ર્ંડ્ઢૈંમાં તેના એવા પાંચ રેકોર્ડ છે જે તેને વનડે ફોર્મેટનો બેસ્ટ બેટ્‌સમેન સાબિત કરે છે, જેમાં ચાર રેકોર્ડ તો વોર્નરે વર્લ્ડ કપમાં બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫ અને ૨૦૨૩નો વર્લ્ડ કપ જીતાડવામાં વોર્નરનું સૌથી મોટું યોગદાન રહ્યું છે.

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી ૪,૦૦૦, ૫,૦૦૦ અને ૬,૦૦૦  રન બનાવનાર બેટ્‌સમેન છે.. ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન છે. ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમત સૌથી વધુ કુલ ૬ સેન્ચુરી ફટકારી છે. ડેવિડ વોર્નર વર્લ્ડ કપની બે એડિશનમાં ૫૦૦ કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન છે.

તેણે ૨૦૨૩ના વર્લ્ડ કપમાં ૫૩૫ જ્યારે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ૬૪૭ રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર બેટ્‌સમેન છે. તેણે વર્લ્ડ કપમાં ૧૦૦૦ રનનો આંકડો પાર કરવા માટે ૧૯ ઈનિંગ્સ લીધી હતી. ડેવિડ વોર્નર વર્લ્ડ કપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન હતો. તેણે ૧૧ મેચમાં ૪૮.૬૩ની એવરેજથી ૫૩૫ રન બનાવ્યા હતા.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *