જામનગર
તાજેતરમાં હિમ્મત નગર ખાતે યોજવામાં આવેલ ઓપન ગુજરાત અથ્લેટિકસ સ્પર્ધા માં જામનગર
શહેર નિવાસી રાધિકા કલ્પેશ કનખરા (ઉ.10 વર્ષ ) દ્વારા 100 મિટર તેમજ 200 મિટર ની બન્ને દૌડ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 10 વર્ષ ની ઉમરે ધોરણ 4 માં અભ્યાસ કરતી
રાધિકા કલ્પેશ કનખરાએ સિનિયર ખેલાડીઓ કે જેની ઉમર 17 વર્ષની હતી તેને પણ પાછળ રાખી બન્ને 100 મિટર અને 200 મિટર દૌડ માં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર જામનગર અને હાલારી ભાનુશાળી જ્ઞાતી નું નામ ગુજરાત લેવલે રોશન કર્યુ છે.


