જીલ્લા પોલીસ ડીપાર્ટમેન્ટ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવેલ પોલીસ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સાઈબર ક્રાઈમ કઈ રીતે થાય છે કઈ રીતે રોકી શકાઈ એ અનુસંધાને સાવચેતીના ભાગરૂપે માહિતી આપી હતી. છેતરપીંડી થાઇ ત્યારે ૧૯૩૦ ફરિયાદ હેલ્પ લાઈન નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવા માટે માહિતગર કર્યા હતા . ઉર્મિલાબેન રાઠવા ફિલ્ડ ઓફિસર સખી વન સ્ટોપ સેન્ટર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન નંબર વિષે માહિતી આપી હતી.. આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ વિભાગ છોટાઉદેપુર માંથી નીમીષાબેન રાઠવા રેખાબેન રાઠવા મુકેશભાઈ બારોટ તથા એકલવ્ય નર્સિંગ કોલેજમાંથી પ્રદિપભાઈ રાઠવા, સુનીલભાઈ નાયકા,હિનેશભાઈ કોળી તથા કોલેજના અધ્યાપકો,મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

