Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા હેરાફેરીમાં વપરાયેલ હીરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજી નંબર GJ-06-FS-9 મળી કુલ કિ.રૂ.૫૭,૪૫૬ ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

 આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવૃતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને આર.જે. પરમાર i/c પ્રો.નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાહેબ નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે સિલોજ ગામ તરફથી એક હીરો કંપનીની પેશન પ્રો મોટરસાયકલનો ચાલક પોતાની મોટર સાયકલ ઉપર કંતાનનો કોથળો સીટ ઉપર મુકી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલસંડા કેનાલ થઈ કીકાવાડા ગામ જનાર છે.જે હકિકત આધારે વોચ નાકાબંધી દરમ્યાન (૧) મેકડોવેલ્સ નંબર રીઝર્વ વ્હીસ્કી – ૧૮૦મી લી ના.કાચના કવાટરીયા નંગ- ૯૬ કિ.રૂ ૨૧,૧૨૦તથા (૨)લંડન પ્રાઈડ ઓરેન્જ ફ્લેવર વોડકા ૧૮૦ મી લી ના.કાચના કવાટરીયા નંગ ૪૮-કિં.રૂ.૬૩૩૬ મળી કુલ ક્વાટરીયા નંગ-૧૪૪ કુલ કિં.રૂ.૨૭,૪૫૬- તથા હીરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજી નંબર GJ-06-FS-9731 કિં.૩૦,૦૦૦-ન ગણી કુલ કિ.રૂ ૫૭,૪૫૬/ ના મુદ્દામાલ સાથે આરોપી વેલીયાભાઇ વીરસીંગભાઇ રાઠવાને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

IMG-20240102-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *