શ્રી નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.03.01.2024 ને બુધવાર થી શુભ શરૂઆત અને કથાનો વિરામ તા.09.01.2024 ના રોજ મગળવાર. આજે પોથી યાત્રા ખુબ જ ધામધુમથી પોથી યાત્રા નિકળી નિલકંઠ વાજતગાજતે પ્રસ્થાન કરી ને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ને શ્રી જામનગર લેઉવા પટેલ સમાજ ની વાડી પચેશ્વર ટાવર પાસે કથા મંડપ સુઘી પહોંચ્યા હતા.અને કથા ના વક્તા શાસ્ત્રીજી શ્રી વિરલભાઈ નાકર ગુજરાત ના સુપ્રસિદ્ધ યુવા કથાકાર વ્યાસપીઠ પર બિરાજમાન કથાનું રસપાન કરાવશે.
ખુબ જ ઉત્સાહ ભેર આનંદ ભર્યો માહોલ જોવા મળ્યો હતો જામનગર ની ધર્મ પ્રેમી જનતાને આ આ ભાગવત સપ્તાહ ના આયોજક બેન શ્રી નિકિતા બેન ભાવસારભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન જોટંગીયા વગેરે મહાનુભાવો આ કાર્યક્રમ નેં સફળ બનાવવા ખુબ જ ઉત્સાહ ભેર મહેનત કરી રહ્યા છે આ સમુહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં તમામ મહિલા મંડળ ખુબ મહેનત કરી રહ્યા છે જોડીયા તાલુકાના કુનડ ગામે શ્રી કુડલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી
અવધેસદાસજી મહારાજ શાસ્ત્રીજી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કથા ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.અને આયોજક શ્રીદવારા આમંત્રણ ને માન આપી ને જરૂર પધારીને ધન્યવાદ આપ્યા છે.

