મહેમદાવાદ વાલીખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોશ જોવા મળ્યો હતો. વાલીખાણ વિસ્તારના સ્થાનિક રહીશો જણાવ્યું હતું કે બજારમાં શાકભાજી કે પછી અન્ય ચીજવસ્તુઓ લેવા જવા માટે ધર થી બહાર નીકળીયે છે તો પણ ધરની આગળ ગંદુ પાણી ભરેલું હોય છે જેનાં કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગંદા પાણીની સમસ્યાને લઈ રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા જોવા મળી છે. મહેમદાવાદ વાલીખાણ રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈ વ્હેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ બાબતે વાલીખાણ વિસ્તારના સ્થાનિકો રહિશો દ્વારા અગાઉ પણ મહેમદાવાદ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા નાં છુટકે બીજી વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગંદા પાણીની સમસ્યાને લઈ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું.

