Gujarat

સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રકનું આગળનું ટાયર બાળકના હાથ પર ફરી વળતાં હાથ કપાઈ ગયો

બેફામ ટ્રક ચાલકો હવે ક્યારે અટકશે? સુરતમાં વધુ એકવાર બેફામ ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો છે. બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક પૂરપાડ ઝડપે આવી રહેલા ટેમ્પો અડફેટે લીધો હતો. ટ્રક ચાલકની અડફેટે ૬ વર્ષીય બાળકનો હાથ કપાયો છે. મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા બાળકને ટ્રકે ફંગોળ્યો હતો. જેમાં ટ્રકનું આગળનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું. ઈજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ ખસેડાયો છે. ૭ બહેનો વચ્ચેના એકના એક ભાઈની આવી હાલત જાેઈ આખો પરિવાર ચિંતામાં મૂકાયો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

એક ૬ વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પાનુ એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યુ હતું. આગળનું પૈડું બાળકના હાથ પર ચઢાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટ્ટો પડી ગયો હતો. વ્હાલસોયા દીકરાની આવી હાલત જાેઈ પરિવાર આઘાતમાં મૂકાયો છે. ૬ વર્ષનો આ બાળક ૭ બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે. માતાની પણ હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પિતા કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.

એકના એક દીકરા સાથે આ બનાવ બનતા પરિવારના માથે આભ તુટી પડ્યું છે. અકસ્માતના દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે. બાળકની ગંભીર હાલતથી માતાનો જીવ અધ્ધર થઈ ગયો છે. ઘટના બાદ લોકોએ ચાલકને ઝડપી ગાડીમાં તોડફોડ કરી હતી. તો પોલીસે ઘટના સ્થળેથી ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. સવાલ એ છે કે, જાહેર માર્ગ પર બેફામ રીતે ફરતા ટ્રક ચાલકો પર ક્યારે રોક લાગશે. અનેક લોકોના જીવ ગયા બાદ પણ કેમ બેફામ ચાલકો પર લગામ લાગી નથી. અવાર નવાર બેફામ ટ્રક ચાલકો અકસ્માત સર્જે છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *