Gujarat

છોટાઉદેપુર તાલુકાના કટરવાટ ગામે જર્જરીત  પ્રાથમિક શાળાની મુલાકાત કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા એ લીધી હતી

 છોટાઉદેપુર તાલુકાના કટરવાટ ગામે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ જર્જરીત પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા એ જણાવ્યું હતું કે કટરવાટ ગામે શાળાનું મકાન જર્જરીત છે અને આખા ગામમાં કટરવાંટ શાળાના બાળકો આ ગામમાં કોઈ જગ્યાએ અભ્યાસ કરતા નથી બાળકોને બીજા ગામમાં જવુ પડે છે. કટરવાંટ ગામે 1991 માં શાળા બની હતી.  આટલા વર્ષો બાદ કટરવાટ ગામની શાળા જર્જરીત બની છે. અને એવું નથી કે આ શાળા મંજૂર થઈ ન હોય બે વર્ષથી નવી શાળા બનાવવા માટે મંજૂર થઈ ગઈ છે. પરંતુ તેનું અડધું કામ કરવામાં આવ્યું છે. અને અડધું કામ પતી જતા કોન્ટ્રાક્ટર કામગીરી છોડીને જતો રહ્યો છે.અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કટરવાટથી બે કિલોમીટર વાગલવાડા પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા માટે જવું પડે છે. આ અંગે ગામના આગેવાન દીપકભાઈએ જણાવ્યું હતું કે અમારી ગામની સ્કૂલ બે વર્ષથી મંજૂર થઈ ગઈ છે. પરંતુ અડધું કામ કરવામાં આવ્યું છે અને અડધું કામ મૂકીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે. અમારા ગામથી 2 કિલોમીટર દૂર વાગલવાળા પ્રાથમિક શાળાએ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે. અને ત્યાં પણ અડધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે અને અડધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા નથી. એ માટે જ સ્કૂલ જલ્દી બની જાય તેવી અમારી માંગ છે. વધુમાં કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા એ જણાવ્યું હતું કે કટરવાંટ ગામની શાળા 1991 માં બની હતી કોંગ્રેસની સરકાર વખતે બનેલી શાળા સ્વાભાવિક છે કે આટલા વર્ષમાં શાળા જર્જરીત બની હોય પરંતુ શાળાનું સમારકામ 30 વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી કટરવાટ ગામ આ ગામ ગુજરાત માં એવું એક ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાં યુવાનો કોઈ આર્મીમાં છે BSF માં છે એ ગામની શાળાની આ હાલત આ સરકાર માં થઈ છે આ ખુબજ કમનસીબ છે એમ તેઓએ જણાવ્યું હતું.

VideoCapture_20240104-162247.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *