કાર્નિવલમાં લોકનૃત્ય અને લોકસંગીત લોકોના મન મોહી લે છે
હિમાચલપ્રદેશના મનાલીમાં વિન્ટર કાર્નિવલ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આ વાઇબ્રન્ટ ચાર દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર મનાલી શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શિયાળાની રમત સ્પર્ધાઓ, ખાણીપીણીના સ્ટોલ અને હસ્તકલાની ચીજવસ્તુઓ વેચાણ અર્થે રજુ કરવામાં આવે છે. મનાલી વિન્ટર કાર્નિવલનો આનંદ માણવા માટે સ્થાનિક લોકો ઉપરાંત પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. મનાલીમાં આયોજીત વિન્ટર કાર્નિવલમાં કાર્નિવલ પરેડ પણ યોજાતી હોય છે. જે મોલ રોડ મનાલી ખાતે સાંસ્કૃતિક પરેડ યોજવામાં આવે છે. જેમાં લોકો પરંપરાગત પહેરવેશમાં સામેલ થાય છે..
મનાલીમાં વિન્ટર કાર્નિવલના અંતિમ દિવસે, લોકનૃત્ય, સંગીત ઉપરાંત ફૂલ અને સાંસ્કૃતિક પ્રતીકોથી શણગારેલા ફ્લોટ્સ સાથે રંગબેરંગી શોભાયાત્રા કાઢવામાં આવે છે. હિમાચલ પ્રદેશના લોકનૃત્ય પણ વિન્ટર કાર્નિવલમાં રજૂ કરવામાં આવતા હોય છે. દેશભરમાંથી પ્રવાસીઓ લોક સંગીત અને લોક નૃત્ય માણવા માટે હિમાચલ પ્રદેશના આ લોકપ્રિય ઉત્સવમાં સામેલ થાય છે. મનાલીમાં આયોજીત વિન્ટર કાર્નિવલમાં શેરી નાટક પણ યોજવામાં આવે છે. હિમાતલપ્રદેશના વિદ્યાર્થી જૂથો દ્વારા રજૂ કરાતા શેરી નાટકો, પ્રવાસીઓને મનોરંજન પુરુ પાડે છે. શેરી નાટક દ્વારા સામાજિક સંદેશ આપવામાં આવતા હોય છે.