Sports

T૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ૯ જૂને ન્યૂયોર્કમાં રમાશે

વર્ષ ૨૦૨૪ ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અમેરિકા સાથે T૨૦ વર્લ્ડ કપની યજમાની કરશે. T૨૦ અત્યારે સૌથી લોકપ્રિય ફોર્મેટ છે અને તેથી જ દરેકની નજર આ વર્લ્ડ કપ પર રહેશે. ભારતીય ચાહકોને આ વર્લ્ડ કપથી ખાસ અપેક્ષાઓ છે કારણ કે ટીમ ઈન્ડિયા લાંબા સમયથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. આ સિવાય આ વર્લ્ડ કપમાં દરેકની નજર એક મેચ પર ટકેલી છે. આ મેચની ગણતરી ક્રિકેટની દુનિયાની સૌથી મોટી મેચોમાં થાય છે.

આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. આ મેચ ક્યારે રમાશે તેની તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર વર્લ્ડ કપ અને એશિયા કપમાં જ સામ-સામે રમે છે. એટલા માટે આ મેચ વધુ ખાસ બની જાય છે. ગયા વર્ષે, ભારતમાં રમાયેલા ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે આવી હતી અને ભારતે પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું હતું. આ વખતે પણ ટીમ ઈન્ડિયા એવા જ પ્રયાસો કરશે.. જાે કે આ વર્ષના T૨૦ વર્લ્ડ કપને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સ્પોર્ટ્‌સના અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ૯ જૂને ન્યૂયોર્કમાં રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતની આ બીજી મેચ હશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ ૫ જૂને આયર્લેન્ડ સામે રમશે. ૧૨ જૂને ત્રીજી મેચમાં ભારતનો સામનો ભારત સામે થશે. આ મેચ અમેરિકા સામે રમાશે.

ટીમ ઈન્ડિયા ૧૫ જૂને કેનેડા સામે ટકરાશે. એટલે કે આ ગ્રુપમાં ભારત માટે ખરો પડકાર પાકિસ્તાનનો જ હશે. પરંતુ આંકડાકીય દૃષ્ટિકોણથી આ પડકાર બહુ મોટો નથી કારણ કે પાકિસ્તાને ૨૦૦૭ પછી T૨૦ વર્લ્ડ કપમાં માત્ર એક જ વાર ભારતને હરાવ્યું છે. આ વર્ષે યોજાનાર T૨૦ વર્લ્ડ કપ તદ્દન અલગ હશે. તેમાં કુલ ૨૦ ટીમો ભાગ લેશે જેમાંથી ૧૨ ટીમ મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ પછી સુપર-૮ રાઉન્ડ થશે. ત્યારપછી સેમીફાઈનલ અને પછી ફાઈનલ. વર્ષ ૨૦૨૨માં રમાયેલા ્‌૨૦ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતે જગ્યા બનાવી હતી પરંતુ ઈંગ્લેન્ડ સામે તેમનો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્ષ ૨૦૨૨માં રમાયેલા ્‌૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી અને વિરાટ કોહલીની શાનદાર ઈનિંગના આધારે ભારતે જીત મેળવી હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *