Gujarat

રાજકોટમાં પોલીસે ફલેવરવાળો દેશી દારુ વેચતા ચાર શખ્સોને પકડી પાડ્યા

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં દેશી દારુ વેચતા ચારને આરોપીને દબોચ્યા છે. ફલેવરવાળો દેશી દારુ વેચતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે. તો થોરાળા વિસ્તારમાં અગાષી પર બાર બનાવ્યો હતો. જ્યાં દેશી દારુમાં ફ્લેવરવાળી સોડા ઉમેરીને વેચતા હોવાનું સામે આવ્યુ છે. તો આ અગાઉ વડોદરાના સરદાર એસ્ટેટમાં ચાલતા દારુના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા.જેમાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.૧ હજાર પેટીથી વધુ દારુનો જથ્થો ઝડપાયો હતો.જેમાં પોલીસે ૨ ટ્રક સહિતના ૫ વાહનો જપ્ત કર્યા હતો.બુટલેગર સુનિલ અદો સહિત ૫ની અટકાયત કરવામાં આવી હતી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *