Sports

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સતત ૩ મેચમાં કારમી હાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આખરે ઓસ્ટ્રેલિયા સામે જીત મળી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પ્રથમ ્‌૨૦ મેચમાં એકતરફી ફેશનમાં ૯ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જે રીતે મેચ જીતી તે રીતે માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, ભારતીય ટીમ અને તેના પ્રશંસકોને પણ અપેક્ષા નહીં હોય. બે યુવા ખેલાડીઓ આ શાનદાર જીતની સ્ટાર સાબિત થઈ હતી.

શુક્રવાર, ૫ જુલાઈના રોજ ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે ૧૩૭ રનની વર્લ્ડ રેકોર્ડ ભાગીદારીના આધારે ૧૮મી ઓવરમાં ૧૪૨ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્મૃતિ અને શેફાલીએ જાેરદાર અડધી સદી ફટકારી હતી. જાેકે, આ જીતનો પાયો ૧૯ વર્ષની મધ્યમ ઝડપી બોલર તિતાસ સાધુએ નાખ્યો હતો, જેણે ૪ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની મોટા સ્કોર સુધી પહોંચવાની આશાનો અંત લાવ્યો હતો. વનડે શ્રેણીમાં ૦-૩થી ખરાબ રીતે હારી ગયેલી ટીમ ઈન્ડિયા માટે ટી૨૦ શ્રેણીમાં વાપસી કરવાનો મોટો અને મુશ્કેલ પડકાર હતો. જબરદસ્ત ફોર્મમાં દેખાતી ઓસ્ટ્રેલિયન ટીમ સામે આવું કરવાની આશા ઓછી હતી. છતાં પણ આવું થયું અને તેનું કારણ તિતાસ સાધુ હતા..

અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલમાં કમાલ કરનાર તિતાસે આ મેચમાં ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તિતાસે બેથ મૂની, તાહલિયા મેકગ્રા અને એશ્લે ગાર્ડનર જેવી વિસ્ફોટક ખેલાડીઓને સસ્તામાં આઉટ કરી હતી. જાેકે, અનુભવી ઓલરાઉન્ડર એલિસ પેરી (૩૭) અને યુવા બેટ્‌સમેન ફોબી લિચફિલ્ડ (૪૯)એ મજબૂત ભાગીદારી કરીને ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે ૭૯ રનની ભાગીદારી થઈ હતી જેને અન્ય યુવા બોલર અમનજાેત કૌરે તોડી હતી. આ પછી દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલે નીચલા ક્રમને આઉટ કરી અને ઓસ્ટ્રેલિયન ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૪૧ રનમાં સમેટાઈ ગઈ. તિતાસ સાધુએ બોલિંગથી કમાલ કર્યા બાદ અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં તેની કેપ્ટન રહેલી આક્રમક ઓપનર શેફાલી વર્માએ બેટથી ઓસ્ટ્રેલિયા સામે બદલો લીધો હતો.

શેફાલી તેના ખરાબ ફોર્મને કારણે છેલ્લી ૨ મેચમાંથી બહાર હતી, તેણે શાનદાર શૈલીમાં વાપસી કરી અને શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા પર રનનો વરસાદ કર્યો. બીજી તરફ અનુભવી બેટ્‌સમેન મંધાનાએ શેફાલી સાથે મળી રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ ૧૩૭ રનની ભાગીદારી કરીને જીત પર મહોર મારી હતી. ઓસ્ટ્રેલિયા સામે ્‌૨૦માં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ છે. મંધાના (૫૪) પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ સિક્સર ફટકારીને મેચને સમાપ્ત કરવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગઈ હતી. શેફાલી અંત સુધી અડગ રહી અને ટીમને જીત અપાવીને જ પરત ફરી. તેણે ૪૪ બોલમાં ૬૪ રન (૬ ચોગ્ગા, ૩ છગ્ગા) ફટકાર્યા હતા.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *