Gujarat

મલ્લિકાર્જુન ખડગેએ ફરી પીએમ મોદીની યાત્રા પર સવાલ કરતા કહ્યું,”લક્ષદ્વીપ જઈ શકે છે પરંતુ મણિપુર નહીં..”

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે મીડિયા સાથે રૂબરૂ થયા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રાનું પ્રતિક ચિહ્ન અને સૂત્ર લોંચ કર્યુ. આ સમયે ખરગેની સાથે પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યુ કે અમીર ગરીબની ખાઈ વધી રહી છે. અને જાતિગત વસ્તીગણતરી થઈ નથી રહી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી આ બંને મુદ્દાઓને ભારત જાેડો ન્યાય યાત્રા દરમિયાન ઉઠાવશે. કોંગ્રેસની યાત્રામાં સામેલ થવા માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ, સિવિલ સોસાયટી સહિત સમાજના દરેક વર્ગના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે અમારે યાત્રા એટલા માટે કાઢવી પડે છે કારણ કે અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તેમણે ઉમેર્યુ કે સંસદમાં અમે આ મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો ઉલ્ટા ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદી પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ રાજ્યસભામાં એકાદ વાર આવવાનું પણ યોગ્ય ન ગણ્યુ ખબર નહીં અમારાથી શું નારાજગી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે શ્રમીકોના નવા કાયદા દ્વારા સરકાર બોન્ડેડ લેબર બનાવવા માગે છે. મોદી સરકાર શ્રમિકોને માલિકોના કંટ્રોલમાં લાવવા માગે છે.

ખરગેએ ત્યાં સુધી કહ્યુ કે તેઓ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માગે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યુ કે આજે મણિપુરની સ્થિતિ ખરાબ છે. પરંતુ પીએમ મોદી ક્યારેક સમુદ્ર કિનારે, ક્યારેક કેરલમાં તો ક્યારેક જ્યાં મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે ત્યાં જઈ ફોટો પડાવે છે. સવારે ઉઠતા જ ભગવાનના દર્શનની જેમ તેમના દર્શન થાય છે પરંતુ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જઈ રહ્યા. શું મણિપુર આ દેશનો હિસ્સો નથી ? ખરગે ભારે તીખી પ્રતિક્રિયા આપતા પીએમ મોદીની યાત્રાઓ પર નિશાન સાધ્યુ.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *