સરદાર પટેલ વિદ્યામંદિર વીણામાં ચાલતા NSS યુનિટ દ્વારા વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ CVM યુનિવર્સિટી દ્વારા આયોજિત જ્ઞાનોસ્તવ – 2024ની શૈક્ષણિક મૂલાકાત કરવામાં આવી હતી. જેમાં શાળાની ધોરા 9 થી 12 ની કુલ 57 વિદ્યાર્થીનીઓ સહભાગી બની હતી . જેમને તારીખ 6 ડિસેમ્બરના રોજ વીણાથી લક્ઝરી બસ મારફતે વલ્લભ વિદ્યાનગરમાં આવેલ શાસ્ત્રીમેદાન ખાતે લઈ જવામાં આવી હતી. ત્યા આવનાર ભવિષ્યના સંદર્ભમાં બનાવેલ જુદા જુદા વૈજ્ઞાનિક પ્રોજેક્ટનુ નિદર્શન કર્યું હતું . ત્યાર બાદ તેમને નાસ્તો અને ઠંડા પીણા આપવામાં આવ્યા હતા અને બપોર બાદ પરત વીણા આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન N S S પ્રો. ઓ . પ્રશાંત એ કિશ્ચિયને N S S ના સ્વયમસેવકો અને ઉ.મા. વિભાગના મ.શિક્ષિકા શ્રીમતિ વૈશાલીબેન જી પટેલના સહયોગથી પૂર્ણ કર્યું હતું.

