ગાંધીનગર,
જિલ્લાના ગાંધીનગર અને કલોલ તાલુકાના અમુક ગામો ઔડા અને ગુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને પરિણામે ઘર વિહોણા પરિવારોને ઘરથાળના પ્લોટથી વંચિત રહેવા પામ્યા છે. જ્યારે બીજી બાજુ ગુડા અને ઔડા દ્વારા આવાસ યોજનાઓ બનાવવામાં આવે છે. પરંતુ તેનો લાભ આવા ઘર વિહોણા પરિવારોને મફત મકાન મળતું નહી હોવાથી સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરી ઉપર રજુઆત કરાશે.
જાેકે જિલ્લામાં ઘરથાળના પ્લોટ વિહોણા ૭૨૭ લાભાર્થીમાંથી ૬૪૮ લાભાર્થીને પ્લોટ અપાયા છે. ગરીબી રેખાથી નીચે આવતા હોય તેવા ઘરવિહોણા પરિવારોને ઘરના ઘર બને તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કે ઘરથાળના પ્લોટ ગ્રામ્ય વિસ્તારોમાં આપવાની યોજના છે. જાેકે જિલ્લાના ૭૨૭ લાભાર્થીઓમાંથી ૬૪૮ લાભાર્થીઓને ઘરથાળના પ્લોટ આપી દેવામાં આવ્યા છે. પરંતુ જે ગામોમાં આવા ઘર વિહોણા પરિવારોને ઘરથાળના પ્લોટ મળ્યા નથી.
તેની પાછળ ગામોનો સમાવેશ ગુડા અને ઔડામાં કરવામાં આવ્યો છે. જેને પરિણામે આવા ગામોના ગરીબી રેખાથી નીચે આવતા ઘર વિહોણા પરિવારો ઘરથાળના પ્લોટથી વંચિત રહેવા પામ્યા છે. જેને પરિણામે તેઓને ઝુંપડા કે ઉપર આકાશ નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી ઘરથાળના પ્લોટ માટે ઘર વિહોણા ૭૨૭ લાભાર્થીઓ હતા. તેમાંથી ૬૪૮ લાભાર્થીઓને પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે ૭૯ ઘર વિહોણા પરિવારો માટે પ્લોટ નથી. તેમાંથી ૨૮ લાભાર્થીઓ માટે નવા ગામતળ માટે નીમ કરવા સરકારી ખરાબાની જગ્યા છે. તેમાં દહેગામમાં ૨૭ અને કલોલમાં એક જગ્યા છે. દહેગામમાં ૧૫ અને માણસામાં એક નવું ગામતળ નીમ કરવાનું રહેશે.

