Gujarat

મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે : મનસુખ વસાવા

અમદાવાદ,
BTP નેતા મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. આ આરોપ સાથે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે. છછઁ નેતાઓની આદિવાસી પટ્ટીમાં હાજરી અને ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવતા જ ભાજપ સહિત અન્ય પક્ષોમાં ગણગણાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે મનસુખ વસાવાએ આપ નેતાઓ પર મોટા પ્રહાર કર્યા છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે કે, છછઁ નેતાઓએ મહેશ વસાવા સાથે ૨૦૨૨માં છેતરપિંડી કરી છે અને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોક્યું છે, એટલે મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *