Gujarat

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવીન ડામર રસ્તાની મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા 

છોટાઉદેપુર જીલ્લાના પાવી- જેતપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી બોડેલી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ગામોને જોડતા રસ્તાઓ કાચા છે તે રસ્તાઓ નવેસરથી ડામર રોડ બનાવવા માટે રજૂઆત કરી છે. ધારાસભ્યે આ પત્રમાં જણાવ્યું છે કે આ રસ્તાઓ બનાવવામાં આવે તો વાહન વ્યવહાર ઝડપી બનશે અને અહીના ગ્રામીણ લોકોને રોજગારી મળશે તેમજ તેમનો સામાજિક અને આર્થિક વિકાસ વેગવંતો બનશે. અંદાજીત ૩૨ કિલોમીટરની કૂલ લંબાઈ ધરાવતા આ ૧૨ ગ્રામ્ય વિસ્તારોમાં ૪૧.૩૦ કરોડ જેટલી રકમના ખર્ચે આ રસ્તાઓ તૈયાર થઈ શકે તેમ છે.  ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈને વહેલી તકે ગ્રામ્ય વિસ્તારોને આ રસ્તાઓનું કામ થાય તે માટે અંગત રસ લઈ વહેલી તકે મજૂર કરવા માટે ભલામણ કરેલ છે.

FB_IMG_1704793982578.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *