Gujarat

કુદરત ના ઘેર દેર છે પણ અંધેર નથી, દેશ વિદેશના દાતાઓ એ દાનનો ધોધ વાહવ્યો 17.5કરોડ ની સારવાર કરાવી વડિયાની દીકરી

“વૃંદા” ને આપાવી નવી જિંદગી.
મુંબઈ ની ઇન્દુજા હોસ્પિટલ માં દીકરી વૃંદા ને અપાઈ છે સારવાર
જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા કાળ ગુજરાત અમેરિકા સ્થિત વસવાટ કરતા ગુજરાતીઓ આવ્યા વૃંદાની વ્હારે
લોકફાળા પછી ઘટતું તમામ ખર્ચ અમેરિકા માં વસતા ગુજરાતીઓએ વૃંદા ની સારવાર માટે દાન આપ્યું
6કરોડ ની ઈમ્પોર્ટ ડ્યુટી સરકારે પણ માફ કરી દયાભાવ દાખવ્યો
મુખ્યમંત્રી રાહત ફંડ માંથી પણ અપાઈ હતી મદદ
આ માટે રાજકીય, સામાજિક અગ્રણીઓ, સોશ્યલ મીડિયા સ્ટાર અને વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા મદદે..
એક દીકરી માટે માતા પિતાની વેદના લોકોએ સાંભળી… દીકરી વ્હાલ નો દરિયો કહેવત સાર્થક બની..
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂત પરિવાર નિકુંજભાઈ હીરાપરા ને ત્યાં છ માસ પેહલા દીકરીનો જન્મ થયો હતો. આ લાડકવાયી દીકરી નુ નામ “વૃંદા ” રખાયું થોડા સમય બાદ તે દીકરીની તબિયત લેથાડતા તેમને સારવાર અર્થે રાજકોટ, અમદાવાદ અને મુંબઈ નામાંકિત ડોક્ટરો પાસે સારવાર અર્થે જતા તેને મસ્ક્યુલર એટ્રોફી ની બીમારી હોય તેમની સારવાર માટે 17.5 કરોડ નો ખર્ચ હોવાનુ જાણવા મળ્યું હતુ. ત્યારે આ લાડકવાયી દીકરી ની સારવાર માટે તેના માતા પિતા અને પરિવારજનોએ લોકો સામે હાથ લાંબાવ્યો હતો અને તે માટે સ્થાનિક રાજકીય નેતાઓ, સોશ્યલ મીડિયા સ્ટાર, વિદ્યાર્થીઓ દ્વારા પણ લોકોને અપીલ કરી મદદરૂપ થવા આહવાન કરાયું હતુ. આ માટે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી પણ સહાય અપાઈ હતી પરંતુ મોટા ખર્ચ ને પહોંચી વળવું મુશ્કેલ હોય ત્યારે વિશ્વ માં વસતા ગુજરાતીઓ ને અપીલ કરાતા અમરીકા સ્થિત વસવાટ કરતા ગુજરાતના લોકોએ ઘટતી તમામ રકમની મદદ આપવા જણાવતા જાણે એક માં બાપ નો દીકરી માટે ની મદદ નો પોકાર ઈશ્વરે સાંભળ્યો હોય અને કુદરત ને ઘેર દેર છે પણ અંધેર નથી તેમ દીકરીની સારવાર માટે મુંબઈ ની હોસ્પિટલ માં દાખલ થઇ વિદેશથી જરૂરી સામગ્રી મંગાવવા ની પ્રકિયા હાથ ધરાઈ હતી આ માટે સરકારે પેન ઈમ્પોર્ટ ડ્યુટી માફ કર્યા નું જાણવા મળી રહ્યું છે. અને આ દીકરી વૃંદા ની સારવાર ગઈકાલે સફળ રીતે થતા 17.5 કરોડ નો ખર્ચ કરી ગરવા ગુજરાતીઓ એ દીકરીને નવુ જીવન આપ્યું હોય ત્યારે વડિયા વાસી લોકો અને વૃંદા ના પરિવાર જનોમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેવુ જોવા મળી રહ્યું છે. આ તકે વૃંદા ના પિતા નિકુંજભાઈ નો સંપર્ક કરતા તેમના જણાવ્યા મુજબ ખુબ મોટી રકમ માટે જે દાતાઓના દાન થી મારી દીકરી ને સારવાર મળી અને નવુ જીવન મળ્યું છે તેમાં સહયોગી થનાર તમામ દાતાઓ અને લોકોનો આભાર વ્યક્ત કાર્યો હતો. અને દરેક બીમાર દીકરી કે દિકરા માટે જયારે લોકો મદદ માંગે ત્યારે મદદરૂપ બનવા અપીલ કરી હતી.

Screenshot_20240112_114809_Chrome.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *